KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે મચ્છી માર્કેટ પાસે જાહેરમાં આક ફરકનો જુગાર રમતો એક શખ્સને ઝડપી પાડ્યો..

 

તારીખ ૦૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના કાલોલ સડક ફળિયામાં આવેલી મચ્છી માર્કેટ પાસે જાહેરમાં ખુલ્લામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી અને રમાડી રહેલા એક શખ્સને કાલોલ પોલીસે રેડ પાડીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલ સડક ફળિયામાં મચ્છી માર્કેટ પાસે એક ઈસમ જાહેરમાં બેસીને આંક ફરકના આંકડા લખી પૈસાથી હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોના માણસોને સાથે રાખીને ખાનગી વાહનમાં ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.પોલીસે જ્યારે ઘટનાસ્થળે કોર્ડન કરીને રેડ કરી, ત્યારે જુગારના આંકડા લખાવવા ઉભેલા અન્ય માણસો નાસી જવામાં સફળ રહ્યા હતા. જો કે, જમીન પર બેસીને આંકડા લખી રહેલા મુખ્ય આરોપીને પોલીસે દોડીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીએ પોતાનું નામ અખતરસા કાલુસા દિવાન (ઉંમર વર્ષ ૫૬, રહે. પોરવાડ ફળિયું, કાલોલ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીની ઝડતી લેતા તેની પાસેથી રોકડા રૂપિયા: જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રૂ. ૬૨૦/- (જે જુગારના વકરાના હતા).ડાબા હાથમાંથી કાર્બન પેપર સાથેની સ્લીપબુક (જેના ડુપ્લીકેટ પાના પર લખાણ હતું) અને જમણા હાથમાંથી એક બોલપેન.

Back to top button
error: Content is protected !!