MAHISAGARSANTRAMPUR

૮ જિલ્લાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતા મહીસાગર જીલલાના કડાણા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે…

૮ જિલ્લાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતા મહીસાગર જીલલાના કડાણા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે…

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

ડેમના પાવર હાઉસ દ્વારા દરરોજ ૩૬૫ થી ૩૮૫ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થાય છે..

 

ગુજરાત માટે સારા સમાચાર: રાજ્યનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ ૫૨% થી વધુ પાણી થી ભરેલોછે. ગત વર્ષ કરતા ૧૧ ફૂટ પાણી વધુ પાણી છે.ઉનાળામાં પણ પાણીની તંગી નહીં સર્જાય
ગત વર્ષની સરખામણીએ ડેમની સ્થિતિ ઘણી વધુ મજબૂત અને સંતોષજનક જોવાય છે.

ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના સૌથી મહત્વનો ગણાતો અને મહીસાગર સહિત અન્ય ૭ જિલ્લાઓની જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી ખૂબ જ રાહત અને સારા સમાચાર મળી રહ્યા છે. ચાલુ વર્ષે ડેમમાં ગત વર્ષની સરખામણીએ ૧૧ ફૂટ પાણી વધુ ઉપલબ્ધ છે. હાલમાં ડેમ ૫૨.૩૯ ટકા ઉપરાંત ભરાયેલો હોવાથી, જો આગામી ચોમાસું થોડું મોડું પણ શરૂ થાય, તો પણ સંબંધિત વિસ્તારોમાં પાણીની કોઈ તંગી સર્જાશે નહીં.
૮ જિલ્લાઓ અને હજારો હેક્ટર જમીન માટે આશીર્વાદરૂપ
કડાણા ડેમ મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય સાત જિલ્લાઓમાં પીવા તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે. સુજલામ સુફલામ નહેર, ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે નીચે મુજબના જિલ્લાઓને પાણી પહોંચાડવામાં આવે છે:
૧. મહીસાગર | ૨. અરવલ્લી | ૩. મહેસાણા | ૪. ગાંધીનગર | ૫. ખેડા | ૬. સાબરકાંઠા | 7 પાટણ | ૮. બનાસકાંઠા જીલલાને પાણી પોહચાડાયછે.
કડાણા ડાબા કાંઠા મારફતે ૧૧,૦૫૯ હેક્ટર વિસ્તારમાં અને જમણા કાંઠા મારફતે ૩,૩૪૪ હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

ઉદવહન યોજના મારફતે દાહોદ સુધી પીવાનું પાણી તેમજ તળાવો ભરવાની યોજના અંતર્ગત મહીસાગર નદીનું ૧૨૦ ક્યુસેક પાણી હાલ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમના મદદનીશ ઇજનેર ના જણાવ્યા અનુસાર વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો :-

ડેમની કુલ સપાટી :- 396 ફુટ 11 ઈંચ
કુલ પાણીનો જથ્થો :- ૨૩,૧૧૪ મીટર ઘન ફૂટ
જીવંત (લાઈવ) જથ્થો: ૨૧,૦૮૦ મીટર ઘન કુટ
હાલની સંગ્રહ ક્ષમતા: ૫૨.૩૯ % જેટલી ઉપલબ્ધ છે ડેમમાંથી હાલમાં પાવર હાઉસ મારફતે 1500 ક્યુસેક પાણી વણાકબોરી વિયર મારફતે ખેડા,નડિયાદ,આણંદ સુધી પાણી આપવામાં આવી રહ્યું છે ને પીવા તથા સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે વળી પાવરહાઉસ મારફતે એક યુનિટ 7 કલાક કાર્યરત રહે છે જેનાથી વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે આ યુનિટ મારફતે 365 થી 385 મેગા વોટ વીજ ઉત્પાદન દરરોજનું થાય છે

જો આપણે ગત વર્ષના આંકડા સાથે આ પરિસ્થિતિની સરખામણી કરીએ, તો ગત વર્ષે આ સમયે :-
પાણીનું લેવલ: ૩૮૬ ફૂટ હતું.
કુલ જથ્થો: ૧૫,૯૨૧ મીટર ઘન ફૂટ હતો.
લાઈવ જથ્થો: ૧૩,૮૮૭ મીટર ઘન ફૂટ હતો
અને ટકાવારીની વાત કરીએ તો ગત વર્ષે 36 ટકા જેટલો.ડેમ ભરેલો હતો

તંત્રની નાગરિકોને અપીલ
ગત વર્ષ કરતા ડેમની સ્થિતિ ઘણી મજબૂત અને સંતોષજનક છે. જોકે, મદદનીશ ઇજનેરે આગામી ચોમાસા દરમિયાન જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે નદીના નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે.

તસવીર કડાણા ડેમ પાણીથી ભરેલો નજરે પડે છે

Back to top button
error: Content is protected !!