
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – લકુલીશ યોગાશ્રમે ઈપલોડા પ્રાથમિક શાળાના 166 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું
લકુલીશ યોગાશ્રમ અરવલ્લી દ્વારા આજે ઈપલોડા પ્રાથમિક શાળામાં બાળ વર્ગથી ધોરણ ૮ સુધીના ૧૬૬ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીને પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, નોટબુક અને ચોપડાનો સેટ આપવામાં આવ્યુ હતુ. આ સેવાકાર્યમાં આશ્રમના પ્રમુખ વિનોદભાઇ પંડ્યા સહ કાર્યકર લાલસિંહ ચૌહાણ, ઈન્દ્રસિંહ ચૌહાણ, શૈલેન્દ્રસિંહ ચૌહાણ , અલ્પેશસિંહ ચૌહાણ જોડાયા હતા. આ પ્રસંગે બાળકોને સનાતન ધર્મ અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. આશ્રમના કાર્યકરોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણે આશ્રમની આ પહેલને બિરદાવી હતી.



