આણંદ મહિલા પોલિસ સ્ટેશન ની 2 મહિલા પોલિસ કર્મચારી acb ની ટ્રેપ માં ઝદપાઈ.

આણંદ મહિલા પોલિસ સ્ટેશન ની 2 મહિલા પોલિસ કર્મચારી acb ની ટ્રેપ માં ઝદપાઈ.

તાહિર મેમણ – આણંદ – 11/06/2025 – આણંદ મહિલા પોલિસ સ્ટેશન ની 2 મહિલા પોલિસ કર્મચારી acb ની ટ્રેપ માં ઝદપાઈ.ઘરેલું હિંસાની ફરિયાદમાં પાસપોર્ટ કબજે ન લેવા માટે મહિલા એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલે રૂપિયા 1.10 લાખની લાંચ માંગી હતી. જે અંતર્ગત આણંદ ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ રેલવે ગોદી પાસે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદી તથા તેમના પરીવારનાં સભ્યો વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રવધુએ કરેલી અરજીનાં કામે ફરીયાદી તથા તેમના પરીવારના સભ્યોને હેરાન નહીં કરવા તથા ફરીયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવા માટે મહિલા એએસઆઈ ગીતા કમજી દોઠાએ રૂપિયા 1.10 લાખની લાંચ માગી હતી. અરજીની તપાસ હેડ કોન્સ્ટેબલ પુષ્પા રણજીતસિંહ ગરાસીયા કરતા હોય તેમણે પણ એએસઆઈ સાથે લાંચ માંગી હતી.દરમિયાન, બંને જણાં અવાર-નવાર માંગતા ફરીયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં બંનેને રેલવે ગોદી પાસે ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ આપવા માટે બોલાવ્યા હતા. જ્યાં અમદાવાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવતા બંને જણાંએ રૂપિયા 1.10 લાખની લાંચ સ્વીકારતા જ પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.



