KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં રૂખી સમાજ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

 

તારીખ ૧૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે પંચમહાલ જિલ્લા રૂખી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે 2026 માં ધોરણ 10 અને 12 માં પાસ થયા હોય તેવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા નો કાર્યક્રમ કાલોલ હોલમાં યોજાયો હતો જેમાં પંચમહાલ વાલ્મિકી ના અધ્યક્ષ સોમાભાઈ સોલંકી હાઈ પાવર કમિટીના અધ્યક્ષ કિરણભાઈ મહામંત્રી ભરતભાઈ સંગઠન હોદ્દેદારો માં મનોજભાઈ અને પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના સાધુ-સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો આ કોમ્યુનિટી હોલમાં એકત્રિત થયા હતા તેમની સાથે તેજસ્વી તારલાઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આગેવાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના શૈક્ષણિક વિભાગના પ્રમુખ સુભાષભાઈ અશોકભાઈ કિરણભાઈ અને અન્ય શિક્ષકોમાં શિવલાલભાઈ સુરેશભાઈ સમાજ આગેવાનોમાં મુકેશભાઈ જાદવ રાજુભાઈ જાદવ અને અન્ય મહાનુભાવો એ તેજસ્વી તારલાઓનો સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં રૂખી વાલ્મિકી સમાજના પંચમહાલ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાતા સોનામાં સુગંધ મળી હતી આ સમાજના ડોક્ટર પ્રોફેસર અને આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ રૂખી સમાજ સેવા ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત છે અને સમાજના નાના થી મોટા પ્રશ્નોનો કોર્ટ કચેરી વગર જ ઉકેલ લાવી દે છે અને સમાજના દરેક લોકોને ન્યાય મળે મદદ મળે તે માટે સદાય કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!