SAGBARA

બાળકોના પોષણ માટે અપાતું દૂધ સંજીવની પાઉચ કણબીપીઠા નજીક રસ્તા પર ફેંકાયેલી હાલતમાં , શું તંત્ર એક્ષન લેશે ? કે ભીનું સંકેલાશે?

 

 

બાળકોના પોષણ માટે અપાતું દૂધ સંજીવની પાઉચ કણબીપીઠા નજીક રસ્તા પર ફેંકાયેલી હાલતમાં , શું તંત્ર એક્ષન લેશે ? કે ભીનું સંકેલાશે?

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5529;
AI_Scene: (-1, -1);
aec_lux: 143.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ગુજરાત સરકાર દ્વારા બાળકોનું સ્વાથ્ય માટે સારું પ્રોટીન મળી રહે તે હેતુસર ગુજરાતમાં લાખો રૂપિયાનું દૂધ સંજીવની દૂધ ચાલુ કરવામાં આવ્યુ છે ત્યારે થોડા દીવસ પહેલા ઘાટોલી પાસે પણ આવીજ જ રીતે દૂધ સંજીવની રસ્તા પર ફેકી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે આ બીજી વાર પણ દૂધ સંજીવની સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પોષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે આપવામાં આવતું આ દૂધ રસ્તા પર કેવી રીતે પહોંચ્યું અને તેને કોણે ફેંક્યું તે હાલ તપાસનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેડિયાપાડા તાલુકાના ઘાટોલી નજીક આવી જ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હવે ફરી એકવાર સંજીવની દૂધના પેકેટો રસ્તા પર જોવા મળતા સરકારી યોજનાઓના અમલીકરણ અને દેખરેખ સામે પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

આ દૂધ ખાસ કરીને આંગણવાડીના બાળકોને પોષણ અને પ્રોટીન પૂરું પાડવા માટે આપવામાં આવે છે. ત્યારે આવા પોષણયુક્ત ખોરાકનો બગાડ થવો માત્ર સરકારી સંપત્તિનો જ નહીં પરંતુ ગરીબ આદિવાસી બાળકોના હક્કનો પણ ભંગ ગણાય.

આ સમગ્ર મામલે જવાબદાર કોણ છે? સપ્લાય કરતી એજન્સી, પરિવહન વ્યવસ્થા કે પછી સ્થાનિક સ્તરે કોઈ બેદરકારી થઈ છે? તે અંગે તંત્ર દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.

અવારનવાર આવી ઘટનાઓ સામે આવવી અત્યંત ગંભીર બાબત છે. જો સમયસર તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો સરકારી પોષણ યોજનાઓની વિશ્વસનીયતા પર પણ અસર પડી શકે છે. હવે લોકોની નજર તંત્રની તપાસ અને કાર્યવાહીની રાહ પર છે.

આ બાબતે સ્થાનિક લોકો પણ અજાણ હોવાનું સામે આવ્યું છે અને તાલુકા CDPO નો સંપર્ક સાધતા ફોન નહીં ઉપાડતા સુપરવાઈઝ નો સંપર્ક સાધતા સુપર વાઇઝર દેવીનાબેન દ્વારા ટેલિફોનીક વાત કરતા જણાવ્યું હતું કે તેઓ રોજ બરોજ સ્ટોક બાબતે ફોલઓપ લેતા હોય છે અને ઘટ જોવા મળતી નથી.

હાલ હવે પ્રશ્ન એ છે કે આ દૂધ ની ભરેલી થેલીઓ કોણ ફેકી રહ્યું છે તે પણ એક તપાસ નો વિષય બન્યો છે,

Back to top button
error: Content is protected !!