
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પાનમ એન્જિનિયર્સ અને માતૃશ્રી નર્મદાબેન ભીખાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભારતીય વિદ્યા મંદિર, દાવલી ખાતે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાં વિતરણ

ભારતીય વિદ્યા મંદિર, દાવલી ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન મળે તે હેતુથી પાનમ એન્જિનિયર્સ લિમિટેડ અને માતૃશ્રી નર્મદાબેન ભીખાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક 8 ફૂલ્સકેપ ચોપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા પ્રજાપતિ પરિવારના આ ઉમદા અને સેવાભાવી કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલો આ સહયોગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેમના અભ્યાસને વધુ સુગમ બનાવશે.શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા સંચાલક મંડળે પાનમ એન્જિનિયર્સ લિમિટેડ તથા માતૃ નર્મદાબેન ભીખાભાઈ પ્રજાપતિ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.





