
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાએ અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવા્ન કર્યું

વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત શામળાજી ખાતે જિલ્લા કક્ષાના પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આજરોજ ગાયત્રી મંદિર,શામળાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલની ઉપસ્થિતીમા પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઇ હતી.
કાર્યક્રમમાં મંત્રી એ ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને રસાયાણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. આ સાથે તેમણે પ્રાકૃતિક કૃષિ થકી પર્યાવરણ અને માનવજીવનને થતા ફાયદા અંગે સૌને જાગૃત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પ, ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય તથા ખેતીવાડી, બાગાયાત તથા વિશેષરૂપે આત્મા વિભાગની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.આ સંમેલનમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો, જીવામૃત, ઘનજીવામૃત તથા મુલ્યવર્ધન અંગે સૌને માહિતગાર કર્યા હતા. સંમેલનમાં વિવિધ વિસ્તારથી ખેડૂત ભાઇ બહેનો સહભાગી થયા હતા.





