CHUDASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચુડા ખાતે 13 સરાણીયા પરિવારોનો સંપન્ન થયો ભવ્ય ‘ગૃહ પ્રવેશ’ મંત્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

છેવાડાના માનવીને પાકું ઘર આપીને સ્વનિર્ભર અને સન્માનભેર જીવન જીવવાનો અવસર પૂરો પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતો વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા એક સરસ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે યોજાઈ ગયો ચુડાના વિચરતી અને વિમુક્ત જાતિના ૧૩ સરાણીયા પરિવારોને તેમના પોતાના હક્કના પાકા મકાનો ફાળવવામાં આવ્યા બાદ, તમામ પરિવારોનો સામૂહિક ‘ગૃહ પ્રવેશ’ વિધિવત રીતે સંપન્ન કરાવવામાં આવ્યો હતો આ ગરિમામય અવસરે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવદંપતીઓ અને પરિવારોને ઘરની ચાવીઓ સોંપીને નવા ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે સમાજના વંચિત વર્ગોને પાકા મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિતલબેન પટેલે આ પરિવારોની પરિસ્થિતિ અને સંઘર્ષની વાત કરી હતી આ કાર્યક્રમમાં સરકાર અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોએ હાજરી આપીને સરાણીયા પરિવારોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં ઋષિકેશભાઈ પટેલ (માનનીય કેબિનેટ મંત્રીશ્રી) ચંદુભાઈ સિહોરા (માનનીય સાંસદ) કિરીટસિંહ રાણા (માનનીય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી), મિતલબેન પટેલ ફાઉન્ડર VSSM સહિત આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા વર્ષોથી કાચા મકાનો કે તંબુઓમાં રહેતા સરાણીયા પરિવારોના ચહેરા પર પોતાના પાકા ઘરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી સમગ્ર કાર્યક્રમનું ગરિમાપૂર્ણ અને સફળ સંચાલન વિચરતા સમુદાય સમર્થન મંચના શ્રી હર્ષદ કે વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે રસપ્રદ શૈલીમાં કાર્યક્રમને જીવંત રાખ્યો હતો કાર્યક્રમના અંતે નવ-નિર્મિત મકાનોમાં પરંપરાગત પૂજન- અર્ચન સાથે પરિવારોએ ગૃહ પ્રવેશ કર્યો હતો અને સરકારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!