DAHODDAHOD CITY / TALUKO

દાહોદ તાલુકાના લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ PMJAY કાર્ડનું કરાયું વિતરણ

તા.૨૦.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ PMJAY કાર્ડનું કરાયું વિતરણ

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના લીમડાબરા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન જિલ્લા સભ્યના હસ્તે લાભાર્થીઓને PMJAY (આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મામલતદાર, સરપંચ, મેડિકલ ઓફિસર, વિસ્તરણ અધિકારી, શાળાના આચાર્ય, માજી સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.શિબિર દરમિયાન આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ માટે 38 લાભાર્થીઓની નોંધણી તથા વય વંદના યોજનાના 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. શિબિરમાં કુલ 172 વ્યક્તિઓની OPD તપાસ, 68 લોકોની ડાયાબિટીસ તપાસ તેમજ 68 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી જનકલ્યાણ શિબિર અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે શાળાના પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી.શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવા જનકલ્યાણ શિબિરો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા તેમજ આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!