
વિજાપુર સૈયદવાડા કસ્બા ખાતે સ્થિત મદ્રસા એ ગરીબ નવાઝમાં પરીક્ષા પરિણામ વિતરણ સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરાયા
વિજાપુર
વિજાપુર સૈયદવાડા કસ્બા ખાતે કાર્યરત મદ્રસા એ ગરીબ નવાઝ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ વિતરણ સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કસ્બા મસ્જિદની ઉપર આવેલી બાલ્કનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મદ્રસાના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તેમની દીની તાલીમ તેમજ શાળાકીય અભ્યાસ અંગે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી ઇદરીશખાન પઠાણ, મદરેસા ના મૌલાના ઇન્સાફઅલી તથા મૌલાના સૈયદ મુહમ્મદ ઈરફાન તથા મૌલાના મુહમ્મદ ફોઝાનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.






કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમનું સંચાલન સૈયદ મુહમ્મદ આઝમ હુસૈને કર્યું હતું જ્યારે આભારવિધિ સૈયદ મુહમ્મદ સાદિક અને ટ્રસ્ટી સૈયદ નુરુલ હસન દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દીની અને આધુનિક શિક્ષણ બંનેનું મહત્વ સમજાવી વાલીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.




