
નર્મદા : બૂટલેગરોએ પત્રકારને માર મારતા સારવાર હેઠળ, સાંસદે પોલીસને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું, જનતા રેડ કરવાની ચીમકી આપી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં બૂટલેગરો બેફામ બન્યાહોય તેમ લાગી રહ્યું છે તિલકવાડા ના એક પત્રકારે જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની રીસ રાખી બૂટલેગરોએ પત્રકાર ગિરીશ બારીયા ઉપર હુમલો કર્યો હતો જેમાં બેટ અને મુક્કા માર મારતા પત્રકારના માથાના ભાગે અને શરીરમાં ગેબી ઇજાઓ થઈ છે સારવાર હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે આ બાબતે પોલીસે પાંચ ઇસમો (૧) મનિષભાઈ ગોવિંદભાઈ તડવી (૨) રાકેશભાઈ છગનભાઈ પટેલ (3) અનીલભાઈ વિક્રમભાઈ તડવી(૪) અક્ષયભાઈ ઈશ્વરભાઈ તડવી અને (૫) સતિષભાઈ કનુભાઈ તડવી વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

જોકે સમગ્ર ઘટનાની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઇજા પામેલા પત્રકારની હોસ્પિટલ ખાતે મુલાકાત કરી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે દરેક પરિસ્થિતિમાં અમે તમારી સાથે છે ઉપરાંત આ મુલાકાત દરમિયાન સાંસદે રોશ વ્યક્ત કર્યો હતો અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની પોલીસની બુટલેગરો સામે કડક પગલાં લેવા પંદર દિવસની અલ્ટીમેટમ આપ્યું છે જો પોલીસ પગલા નહીંલે તો જનતા રેડ કરવાની ચીમકી સાંસદે ઉચ્ચારી છે

આ બાબતે નર્મદા જિલ્લા આમ આજની પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા પણ પોતાની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા પત્રકારની ખબર અંતર કરી અને સાંસદ અને ધારાસભ્યની સાથે જનતા રેડ કરવા માટે સુર પુરાવ્યો હતો




