કાલોલ પ્રિ.સીનીયર સીવીલ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી: જજ સહિત વકીલ મંડળ અને કોર્ટ સ્ટાફ જોડાયો.

તારીખ ૨૨/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કાલોલ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ ખાતે ગતરોજ સવારે સાત કલાકે યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જ્યાં કોર્ટ કંપાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ એફ.બી.પઠાણ અને એડીશનલ જજ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાલોલ વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ ગોહિલ, ઉપપ્રમુખ મનોજભાઈ વણકર, સેક્રેટરી કાન્તિભાઈ સોલંકી, જોઈન્ટ સેક્રેટરી કલ્પેશભાઈ સોલંકી સહિતના સીનીયર વકીલો સાથે અન્ય વકીલ મિત્રો તેમજ કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.યોગ પ્રશિક્ષક દ્વારા સૌને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત ન્યાયિક અધિકારીઓ, વકીલો અને કર્મચારીઓએ એકસાથે યોગ કરીને ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન’નો સંદેશ આપ્યો હતો. જ્યાં વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ ગોહિલે પણ યોગને દિનચર્યાનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારૂ રીતે પાર પડ્યું હતું અને અંતે સૌએ નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.









