JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ’ માટે અરજીઓ આમંત્રિત

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ’ માટે અરજીઓ આમંત્રિત

ખેડૂત પુત્ર અને અખંડ ભારતના અજોડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મશતાબ્દી વર્ષ-૧૯૭૫ની સ્મૃતિમાં સ્થાપિત સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્ર દ્વારા વર્ષ ૧૯૯૯ – ૨૦૦૦ દરમિયાન ઉજવાયેલા રજત જયંતી વર્ષના અવસરે શરૂ કરવામાં આવેલ ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ’ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા ખેડૂત અને ખેતી વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પ્રયોગશીલતા, નવીનતા અને આધુનિક કૃષિ તકનીકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નવીનતમ કૃષિ તજજ્ઞતા અપનાવી વધુ ઉત્પાદનલક્ષી અભિગમ અપનાવનાર તથા અન્ય ખેડૂતો સુધી તેના પ્રસાર માટે યોગદાન આપનાર એક પ્રગતિશીલ ખેડૂતને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે એવોર્ડનો વિષય “સૌરાષ્ટ્રનાં મુખ્ય ક્ષેત્રીય પાકોમાં આદર્શ બીજ ઉત્પાદન” રાખવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના કોઈપણ એક ખેડૂતની પસંદગી કરવામાં આવશે. એવોર્ડ માટે અરજી કરવા ઇચ્છુક ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો અથવા નજીકની સ્વૈચ્છિક સંસ્થાની ભલામણ સાથે નિયત અરજીપત્રકમાં અરજી કરી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં મોકલવાની રહેશે. અરજીપત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in પર ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી (માહિતી), સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો સંપર્ક કરવા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ અખબાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!