બાકરોલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ જીલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન પરમાર ની અધ્યક્ષતામાં યોજાયો.

તારીખ ૨૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત સદસ્ય મીનાક્ષીબેન વિપુલકુમાર પરમારની અધ્યક્ષતામાં આજ રોજ કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો .આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન અને આજના અત્યાધુનિક સમયમાં સમાજમાં શિક્ષણનું કેટલું મહત્વ છે અને તમામ વાલીઓએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ એ મહત્વનો સંદેશ સમાજને પાઠવવામાં આવ્યો .શાળાની ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ ,વિશેષતાઓ તેમજ સમસ્ત બાકરોલ ગ્રામજનો દ્વારા શાળાને મળી રહેલા સહકારની ચર્ચા તેમના વક્તવ્યમાં કરવામાં આવી .તેઓ દ્વારા સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ બનાવવા માટે સરકાર તરફથી મળતા વિશેષ વિશેષ લાભો વિષે સમાજને માહિતગાર કરવામાં આવ્યા .જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું .તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત વિશે તેમજ સરકારની શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ વિશે ,શિક્ષણના મહત્વ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું .CET,NMMS,PSE તેમજ જ્ઞાન સાધના પરીક્ષાઓમાં રાજ્યના મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ,સૌથી વધુ દૈનિક હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ ,વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને દાતાઓનું આમંત્રિત મહાનુભુવાઓના હસ્તે આ શુભ પ્રસંગમાં સન્માનિત કરવામાં આવ્યા .નવીન બાલવાટિકા વર્ગમાં બાલવાટિકાના બાળદેવોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી મંગલ પ્રવેશ આપવામાં આવ્યો. આંગણવાડીના બાળદેવોને આ ક્રાયક્રમમાં ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો.બાકરોલ ગામના સરપંચ હરીશભાઈ, તાલુકા સભ્ય સવિતાબેન રાઠવા,એસએમસી સમિતિના તમામ સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ આંગણવાડી કર્મચારીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








