કાલોલ શહેર સ્થિત સરસ્વતી વિદ્યામંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

તારીખ ૨૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં મંગળવારે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ધોરણ નવમાં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે ધોરણ ૯ અને ૧૦માં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે લાયઝન તરીકે CRC નરેન્દ્ર ભાઈ પરમાર શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યા તથા શાળા સંચાલક મંડળમાંથી ઉપપ્રમુખ હરીશભાઈ ઉપાધ્યાય તથા મંત્રી હર્ષદભાઈ જોશી, સામાજિક કાર્યકર અને વકીલ સતિષભાઈ શાહ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવો દ્વારા પોતાના પ્રસંગોચિત ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવા, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા અને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા જણાવવામાં આવ્યું, કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.







