DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે હોટલમાંથી વગર આધાર પુરાવાની સિમેન્ટની થેલીઓ અને ટેન્કર સાથે 2 ઇસમોને ઝડપી લીધા

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગની ફરજ પર હતો તે દરમિયાન હે.કો. અમરકુમાર ગઢવીને ખાનગી બાતમી મળી હતી કે હડાળા બોર્ડ નજીક આવેલી ‘નાગરાજ હોટલ’ના માલિક રામકુભાઇ જેઠુરભાઈ વેગડ રહે, ઢેઢુકી સાયલા પોતાની હોટલમાં ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે સિમેન્ટ કાઢી, ચોરી છૂપીથી થેલીઓમાં ભરીને તેનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી પોલીસે રેડ દરમિયાન સિમેન્ટ કાઢવાની પ્રવૃત્તિ રંગેહાથ ઝડપી પાડી હતી સ્થળ પરથી બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી જેમાં રામકુભાઇ જેઠરભાઇ વેગડ રહે, ઢેઢુકી સાયલા તથા અચ્છેલાલ શ્રીરામલાલ રહે, કુરની ચક્રમહેતા, જોનપુર, ઉત્તરપ્રદેશ જે સ્થળ પર પડેલા સિમેન્ટના ટેન્કર નંબર GJ-12-BV-0629 નો ચાલક છે બંને ઇસમો પાસે મળી આવેલા સિમેન્ટ અંગે કોઈ આધાર પુરાવા ન હોવાથી અને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે આ બનાવમાં પોલીસે ઘટનાસ્થળેથી ચોરી કરેલ સિમેન્ટની થેલીઓ નંગ-૧૬ કુલ કિં.રૂ. ૪,૮૦૦ સિમેન્ટ ભરેલું ટેન્કર નં. GJ 12 BV 0629 કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦ ઝડપી પાડયો હતો એસઓજી એ બંને આરોપીઓ વિરૂધ્ધ બી.એન.એસ.એસ (BNSS) કલમ ૩૫(૧)ઇ, ૧૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી, આગળની વધુ તપાસ અર્થે મુદ્દામાલ અને આરોપીઓને સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!