KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કરાવતાં ડૉ.એસ.જે.જોશી

 

તારીખ ૨૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬” નો ભવ્ય પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ઘો ૯ અને ઘો ૧૧ ના વર્ગ ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.ઉચ્ચ શિક્ષણનું મહત્વ વિશે ડૉ. જોશીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવું એ સફળતાની ચાવી છે, શિક્ષણ મેળવ્યુ હશે તો સફળતા ચોક્કસ મળશે,જે વિદ્યાર્થીને જીવનના દરેક પગલે મદદરૂપ બને છે.તેમણે બાળકોને સપના જોવાની અને તેને સાકાર કરવા માટે મહેનત કરવાની પ્રેરણા આપી હતી, જેમાં ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા ભાર મૂક્યો હતો.આ ઉપરાંત માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા ખીલવે અને શાળામાં નિયમિતતા જાળવી રાખે તેવો આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વધુમાં તેમણે ‘વિકસિત ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા માટે બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષ વાવવા તેમજ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા,વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા તથા નિયમીત રીતે પુસ્તકનું વાંચન કરવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને બુક આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાલોલ કેળવણી પ્રચારક મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી તેમજ ઉપપ્રમુખ જયંત મહેતા મંત્રી વીરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ તેમજ શાળાના આચાર્ય એન પી પટેલ,શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!