INTERNATIONAL

યુકે પાર્લામેન્ટ ખાતે શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ)નું ભવ્ય સન્માન

લંડન: શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ)ના પ્રતિનિધિઓએ યુકે પાર્લામેન્ટની વિશેષ મુલાકાત લીધી હતી. આ અવસરે વેસ્ટ હેરોના માનનીય સાંસદ શ્રી થોમસ ગેરેથ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમનું સફળ આયોજન શ્રી રંગભાઈ જોશી અને શ્રી હરિભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે દિલ્હી પાર્લામેન્ટ સાથે સંકળાયેલા શ્રી કિશન બ્રહ્મભટ્ટ તથા લંડન સ્થિત વૈદિક ગુરુકુલ સ્કૂલ અને C3S યુનિવર્સિટીના સ્થાપક શ્રી હિરેનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગ દરમિયાન શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ) દ્વારા સમાજસેવા, ધાર્મિક જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ ગૌરવ, સન્માન અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!