KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત ઘરે-ઘરે અને બસ સ્ટેશન પર ટીપાં પીવડાવી બાળકોને સુરક્ષિત કરાયા.

 

તારીખ ૨૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોની જેમ કાલોલ શહેરમાં પણ ગત રોજ પોલિયો રસીકરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત કાલોલના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) દ્વારા ‘૦ થી ૫ વર્ષ’ સુધીના તમામ બાળકોને પોલિયો મુક્ત કરી સુરક્ષિત કરવાનો મક્કમ સંકલ્પ કરવામાં આવ્યો હતો.ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયો સંપૂર્ણ નાબૂદ થયો ન હોવાથી આ રોગ ફરી વકરે નહીં તેવા હેતુથી આ તકેદારીના ભાગરૂપે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. કાલોલ શહેરી વિસ્તારનું કોઈ પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહી જાય તે માટે ઘરે-ઘરે ફરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે કાલોલ બસ સ્ટેશન ખાતે ખાસ બૂથ ઊભું કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં પરંતુ આરોગ્ય કર્મીઓએ એસ.ટી. બસોની અંદર જઈને મુસાફરી કરી રહેલા નાના બાળકોને પણ પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કર્યા હતા.સમગ્ર ઝુંબેશને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેને નગરજનો તરફથી પણ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

Back to top button
error: Content is protected !!