BHACHAUGUJARATKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ અને કરમરિયા પ્રાથમિક શાળાના આચાર્યનો શાનદાર વિદાયમાન કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૧ જુલાઈ : કરમરીયા પ્રાથમિક શાળામાં એક કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન આચાર્યનો વિદાયમાન કાર્યક્રમ શાળા પરિવાર અને ગામ લોકોના સંયુક્ત સહકારથી તારીખ – ૨૮/૦૬/૨૦૨૬ ના યોજાયો. એક જ શાળામાં ૨૭ વર્ષ સુધી સમર્પિત ભાવથી સેવા આપનાર શિક્ષક શ્રી રવિન્દ્રભાઈ પટેલના વિદાય કાર્યક્રમમાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો અને આજુબાજુના ગામડાઓના શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. શાળામાં સુંદર કામગીરી કરી શાળાને અનુપમ શાળા બનાવવા પૂર્ણ પ્રયાસ કર્યો હતો. શાળામાં ખુબ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું. બાળકોના માનીતા સન્માનીય આચાર્યને વિદાય આપવા લોકો ભારે હૈયે છતાં હરખ સાથે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી ઘણી બધી ભેટ સોગાદ આપી ૨૭ વર્ષના કામની કદર કરી વિદાય લઈ રહેલા આચાર્યની બગી પર વિદાય શોભાયાત્રા, સમૂહ રાસ અને આચાર્યશ્રી દ્વારા સમસ્ત ગામ સમૂહ ભોજન યોજાયો હતો. તમામ ગામ લોકો દ્વારા રવિન્દ્રભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમસ્ત ગામ હીબકે ચડ્યું હતું. રવિન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા ને સહયોગ પેટે અંદાજિત રૂપિયા ૫૦ હજારના ખર્ચે વોટરકૂલર આપ્યું હતું. શાળાના આચાર્ય તરીકે ગૌરાંગભાઈ પટેલનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કરમરીયા ગામના યુવાનો અને આગેવાનોએ આખો દિવસ ખડે પગે ઊભા રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં સ્વયં શિસ્તના દર્શન થયા હતા. રવિન્દ્રભાઈ પટેલને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. કરમરીયા ગામના વડીલો, યુવાનો અને માતાઓ દ્વારા આચાર્ય શ્રીની ભાવ વંદના કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા સમસ્ત ગામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એક કાર્યક્રમમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા સંગઠન દ્વારા સંઘ કાર્યાલય ભચાઉ ખાતે ભારતમાતાની છબી, શ્રીફળ, સાકર અને સાલ વડે બહુમાન કરી સંગઠન પ્રત્યે તેમની નિષ્ઠા અને સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ તકે મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મંત્રી અમરાભાઈ રબારી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મંત્રી રમેશભાઈ ગાગલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી મયુરભાઈ પટેલ, કચ્છ જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહ, કાર્યાલય મંત્રી વશરામભાઈ આહીર, ભચાઉ તાલુકા મહામંત્રી ચંદ્રેશભાઈ જોશી, રામચંદ્રભાઈ રાજગોર સહિત તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેવું તાલુકા પ્રચાર પ્રમુખ જયદીપભાઈ ચીકાણી ની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!