DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ક્રાઈમની દુનિયામાં નારીની ભૂમિકા – મહેશ દવે નિવૃત્ત જેલર

તા.02/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ક્રાઈમની નવી દુનિયામાં નારી આગે કુચ કરી રહી છે. “અબળા” નો અંચળો ફેંકી દીધો છે. “અબળા તેરી યેહી કહાની આંચલ મેં દૂધ ઔર આંખો મેં પાની” હવે આંખોમાં ગરમ ખુન દેખાતું થયું છે ખૈર મહિલા જેલના મારા અનુભવ વિષેની વાત કરુ તો અમદાવાદ સાબરમતી જેલ ચાર વિભાગમાં વહેચાયેલી છે. છેલ્લે 20022-23 માં મારી ફરજો મહિલા જેલ હતી.
અગાઉ સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર જ મહિલા વિભાગ આવેલો હતો પણ હવે અલગથી સ્પેશ્યલ મહિલા જેલો બની છે. પણ મહિલા જેલ ખાતે ફરજો બજાવવાનો અનુભવ થોડો અલગ હોય છે. કે મહિલા જેલમાં ગાળ અને લાઠી વિના જેલ કંટ્રોલ કરવાની હોય છે. ત્યાં એક માત્ર પુરુષ તરીકે ફરજ બજાવવાની હોય છે. મહિલા જેલમાં ખૂંખાર ગુન્હેગારો નથી હોતા પણ ત્યાં કોઈ ફૂલનદેવી તો કોઈ ગોડમધર કે હમીદા ડોન કે જાગૃતિ ગૌસ્વામી કે સિયા ગોયલ જેવી નામચિન્હ મહિલા કેદીઓ પણ હોય છે. સિયા ગોયલ જેવી ચેતન માટે કેતનની ક્રૂર હત્યા કરનાર ભારતીય નારીની  સંખ્યા વધી રહી છે.‌ લગ્નેતર સબંધો માટે પોતાની કુખે જન્મેલા માસુમોની ગરદન પોતાના હાથે મરડીને આવેલી વીરાંગનાઓ પણ છે. નવજાત શિશુની ઉઠાંતરી કરી બારોબર વેચવાની મહિલા સિન્ડિકેટ ચલાવે છે. વાંચક મિત્રો ! ટૂંકા રસ્તે આત્મનિર્ભર બનવા જઇ રહેલ સન્નારીઓ ડ્રગ્સ, ચરસ, ગાંજો, જેવા કેફી દ્રવ્યો પોતાના આંતર વસ્ત્રોમાં છુપાવી પેડલરની સંખ્યા જેલમાં ઓછી નથી. ઉપરાંત દહેજ માટે મહેણા ટોણા થકી પુત્રવધૂને આત્મહત્યા કરવા મજબૂર કરનાર સાસુઓની અને નણંદોની સંખ્યા જેલોમાં જોવા મળે છે. પણ આશ્ચર્યની કે આવા ગુન્હામાં એક પણ દિયર કે જેઠ કે સસરા કે ક્યારેય જેલમાં નથી છેલ્લા દસ વર્ષમાં સોશ્યલ મિડીયા દ્વારા હનીટ્રેપમાં નિર્દોષ અને સરળ વેપારી વર્ગના સદગ્રહસ્થોને  પ્રેમજાળમાં ફસાવવા માટે બિછાવેલી જાળમાં પોતે જ ફસાયેલી સ્ત્રી ગુન્હેગારો જેલમાં છે. સીટીબસ કે મેટ્રો ટ્રેઈનમાં પાકીટ કે મોબાઈલ સેરવી લેવામાં પણ સ્ત્રીઓ પુરુષથી ઉતરતી નથી સોનીની દુકાને દાગીનો સેરવતા સીસી કેમેરામાં કેદ થયેલ સન્નારીઓ પણ જેલમાં છે. અરે મોટા મોલમાંથી સૌદર્ય પ્રસાધનો આંતર વસ્ત્રોમાં છુપાવી લઇ જતી મહિલાઓ સી સી કેમેરામાં કેદ થાય છે. એરપોર્ટ પર વિદેશથી આવતી સગર્ભાને ચેક કરતા પેટ ઉપર ડ્રગ્સ જેવો કેફી પદાર્થ કે વિદેશી ગાંજો કૂખમાં છુપાવી સગર્ભા હોવાનો ડહોળ કરતા પકડાઈ ગયેલ અનેક નાઇઝિરીયન આફ્રિકન અને ભારતીય મહિલાઓ જેલમાં સબડે છે. પતિ સાથે દારૂના ધંધામાં સંકળાયેલ અટકાયતી મહિલાઓ પણ જેલમાં બેધડક આવતી જતી રહે છે.‌ ભીની આંખે લખતા લખતા હસવું આવે કે કન્યાની અછતનો લાભ લઈને દસ જેટલા યુવાનો સાથે સમયાંતરે લગ્ન કરીને ઘરમાં હાથફેરો કરીને નાસી જનાર લૂંટેરી દુલ્હનો પણ મહિલા જેલમાં જોવા મળે છે. જેલર તરીકે મહિલા જેલ ઉપર કામ કરવાનું પ્રમાણમાં થોડું કપરું એટલે હોય છે કે થોડા કડકાઇથી કામ લેવા જતા તરત સ્ત્રી નું હાથવગું હથિયાર એટલે કે છેડતીના આક્ષેપોની પુરી શક્યતા રહેલી હોય છે. મહિલા જેલમાં સ્ત્રૈણ લક્ષણો જેવા કે પ્રપંચ, ચાડી ચુગલી ઉપરાંત તંબાકુ પાન મસાલા અને મોબાઇલ જેવી જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ પોતાના અંગ ઉપર છુપાવવા જેવા દૂષણ મહિલા જેલમાં પણ હોય છે. પરંતુ પરંતુ મારી ફરજો દરમ્યાન મેં જલક્મલવત રહીને હું નીટ એન્ડ ક્લીન સ્થિતિમાં ત્યાંથી ભાવભીની વિદાય લઈ શક્યો છું. આવા નાના મોટા દૂષણો દૂર કરી સાંસ્કૃતિક અને યોગના પ્રોગ્રામ કરી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો છું. હું ખૂબ પ્રેક્ટિકલ બનીને મહિલા બંદીવાનની સમસ્યાનો ઉકેલ લાવતો એટલે મહિલા કેદીઓમાં મારો ડર સાથે મને રિસ્પેક્ટ પણ કરતી. કારણ કે મહિલા જેલમાં રહેલ મહિલા કેદી સાથેના માસુમ બાળકો પ્રત્યેનો મારો અનન્ય ભાવ, મજબૂર ગરીબ લાચાર અને નિર્દોષ મહિલાઓ તરફ મારો માનવીય વ્યવહાર સારો હતો એનો પુરાવો મહિલા જેલથી વિદાય લીધી ત્યારે જોવા મળ્યો. મહિલા બંદીવાનો દ્વારા મારા ઉપર કરવામાં આવેલ ફુલવર્ષા અને આંખોમાં આંસુઓ મારી મહિલા જેલની ફરજોની સફળતાનો પુરાવો હતો. ઘણી ગરીબ એના સાવ સામાન્ય ગુન્હામાં જેલમાં પડી રહેલ મહિલા બંદીવાનોને છોડવવા કોઈ વકીલ મિત્રની સેવાનો લાભ લઈ ભલાઇનું કામ પણ કર્યું છે. એટલે જ આજે પણ ઘણી મહિલાઓ જેલ મુક્ત થાય એટલે ગેટની બહાર પગ મૂકતા ખુશીથી પહેલો ફોન મને કરે છે. પણ ટૂંકમાં પુરુષ જેલ કરતા મહિલા જેલનો ભલે ટૂંકો પણ અનુભવ યાદગાર રહ્યો છે.

Back to top button
error: Content is protected !!