GUJARAT

શ્રધ્ધાનો વિષય છે આ તેને પુરાવાની જરૂર નથી

જામનગરમાં બળીયા હનુમાન મંદિર એટલે બાળ વયની શ્રધ્ધા અને ઉદાર વ્યક્તિઓના સમર્થન નું સાકાર સ્વરૂપ

 

જામનગર (ભરત ભોગાયતા)કળિયુગ કેવલ નામ આધારા (માત્ર નામ જપ થી ઈશ્વરીય ઉર્જાપ્રાપ્તિ થાય)

હનુમાનજી અજર અમર છે – દરેક યુગમાં….

જ્યાં શ્રી રામના નામનું ભજન થશે ત્યાં હું હાજરી આપીશ એમ હનુમાનજીએ વચન આપ્યાનું સિધ્ધિ પ્રાપ્ત સંતો મહંતો કથાકારો કહે છે

રામચરિતમાનસ એ સંત તુલસીદાસ દ્વારા પૃથ્વીલોક ને હનુમાનજી મહારાજની ભેટ છે

કોઇપણ દર ભય ચિંતા વિચલિતતા ની સ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનોબળ મજબૂત બને છે

શ્રીરામની ધૂન હનુમાનજી મહારાજ ને પ્રસન્ન કરે છે

વગેરે……વગેરે…….
વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર જામનગરમાં છે એ આપણા સૌનું સદભાગ્ય છે

ત્યારે
જામનગરના બળીયા હનુમાન મંદિરનું સ્મરણ કરવાથી પણ ઉર્જાનૂભુતિ થાય તેવી આ જગ્યા અલૌકિક પ્રેરણા વિકસાવી છે
, ભરતસિંહ જાડેજા એ

10 વર્ષની બાળ વયમાં 1979માં ભરતસિંહ એ જામનગરના મચ્છરનગર વિસ્તારમાં એક સ્થાન પૂજવાનું શરૂ કર્યું હતું આ અલૌકિક પ્રેરણા હતી કેમકે સંસ્કાર અને સાધનાનો વારસો તેઓના દેહમાં દોડે છે

આપણે શરૂઆતમાં જરા જરા વાત કરી હનુમાનજી મહારાજ વિશે હનુમાનજીમાં આસ્થા એ અનુભૂતિનો વિષય છે એ ચર્ચાનો વિષય નથી હનુમાનજીના નિત્ય સ્મરણથી વધતા આત્મવિશ્વાસ વધતી સ્થિરતા વધતી પ્રેરણા અને સંકેત એ બધું જ અનુભવ સિદ્ધ થાય છે તેમ સંતો કહે છે

તો જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે આજે બળીયા હનુમાનનું મંદિર છે તે આસ્થાનું કેન્દ્ર છે ,તેમ કહેતા આ મંદિરના સ્થળે હનુમાનજીની સ્થાપના કરનાર એક્સ આર્મીમેન ભરતસિંહ જાડેજા ઉમેરે છે કે ધીમે ધીમે હનુમાનજી ની પ્રેરણાથી હેમતભાઈ માડમ , ખીમજીભાઇ જાડેજા , નિર્મલસિંહ સરવૈયા ,હસમુખભાઈ વિરમગામી જેવા અનેક આગવેનો,મહાનુભાવો તરફથી મળતા રહેતા દાન થી આ બળીયા હનુમાન મંદિર સુવિધાસભર મંદિર બની ગયું છે અને આ મંદિર માં ઉર્જાનૂભુતિ થાય છે

ભરતસિંહ એ પોતાના અનુભવ તેમજ પ્રખર રામાયણી પૂજ્ય મોરારિબાપુ ની ભક્તિસભર માર્ગદર્શક વાણી અને અનેક સંતો મહંતો ના આશીર્વાદ થી જણાવ્યું છે કે,
“જ્યાં ભક્તિ છે ત્યાં શક્તિ છે, જ્યાં શક્તિ છે ત્યાં શ્રી હનુમાનજી છે; અને જ્યાં શ્રી હનુમાનજી છે ત્યાં ભય, નિરાશા અને સંકટનો કોઈ વાસ નથી.”
અથવા
“શ્રી હનુમાનજી માત્ર દેવતા નથી, પરંતુ અડગ શ્રદ્ધા, અપરિમિત શક્તિ, નિઃસ્વાર્થ સેવા અને શ્રીરામ પ્રત્યેની અનન્ય ભક્તિના શાશ્વત આદર્શ છે.”

આ મંદિર સાડા ચાર દાયકાઓથી આસ્થાની અવિરત યાત્રા
શ્રી હનુમાનજી મંદિર: શ્રદ્ધા, સેવા અને સંસ્કારનું ધામ
શક્તિ, ભક્તિ અને સેવાનું પવિત્ર કેન્દ્ર છે
46 વર્ષથી ભક્તિના અજવાળે ઝળહળતું આ શ્રી હનુમાનજી મંદિર અગણિત ભાવિકોના નિયમિત દર્શન સ્થળ સમાન છે
આર્મીમાં જુસ્સાથી ફરજ બજાવી નિવૃત થઈ માજી સૈનિક મંડળ દ્વારા નિવૃત આર્મી મેન તેમજ તેઓના પરિવારોને મળતા લાભ માટે લગત સરકારી વિભાગોમાં આ સૌ પરિવારો માટે જઈને મદદ અપાવવા સતત સક્રિય ભરતસિંહ વધુમાં કહે છે કે,
“સંકટમોચન, ભક્તવત્સલ અને અખૂટ શક્તિના પ્રતીક શ્રી હનુમાનજી મહારાજ” હિંદુ ધર્મમાં અડગ શ્રદ્ધા, નિઃસ્વાર્થ સેવા, ભક્તિ અને પરાક્રમના જીવંત પ્રતીક માનવામાં આવે છે. જ્યાં શ્રી હનુમાનજીનું સ્મરણ થાય છે ત્યાં ભય દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે. અને શ્રી બળીયા હનુમાનજી મંદિરમાં દર મંગળવાર અને શનિવારે વિશેષ દર્શન, પૂજન, હનુમાન ચાલીસાના પાઠ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે. અનેક ભક્તો પોતાના જીવનના સુખ-દુઃખમાં અહીં આવી પ્રાર્થના કરે છે અને શ્રી હનુમાનજીની કૃપાનો અનુભવ કરે છે.
આ મંદિર સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કાર, એકતા અને સેવાભાવના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. અહીં યોજાતા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડે છે.
આ 46 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા અસંખ્ય ભક્તો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોના સમર્પણનું પરિણામ છે. સૌના સહયોગથી આ મંદિર સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

“હે પવનપુત્ર હનુમાનજી મહારાજ! આપની કૃપા સદા સર્વે ભક્તો પર વરસતી રહે. સૌના જીવનમાંથી દુઃખ, ભય અને સંકટ દૂર કરીને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપતા રહો. જય શ્રી રામ! જય હનુમાન!”

 

Regards

Bharat g. Bhogayata

Journalist

BSC,llb (+special), journalism (hindi),DNY (GAU)

8758659878

 

 

Back to top button
error: Content is protected !!