ARAVALLIMEGHRAJMODASA

મોડાસા– રેલ્લાવાડા રોડ પર ફરી વરસાદી પાણી ભરાયા, વાહનચાલકો મુશ્કેલીમાં ,વરસાદ બાદ તંત્રની બેદરકારી ફરી આવી સામે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા– રેલ્લાવાડા રોડ પર ફરી વરસાદી પાણી ભરાયા, વાહનચાલકો મુશ્કેલીમાં ,વરસાદ બાદ તંત્રની બેદરકારી ફરી આવી સામે


મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ગત રાત્રિ તેમજ વહેલી સવારે પડેલા વરસાદ બાદ મોડાસા–રેલ્લાવાડા મુખ્ય માર્ગ પર આવેલા રેલ્લાવાડા પેટ્રોલ પંપ નજીક વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, રેલ્લાવાડા પેટ્રોલ પંપ નજીક વરસાદી પાણી ભરાવાની સમસ્યા નવી નથી. વરસાદમાં ચોમાસામાં આ સ્થળે આવી જ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે, છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર ધ્વારા હજુ સુધી કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જાય છે અને વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે.સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Back to top button
error: Content is protected !!