KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર ની સીબી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આર્ટ એન્ડ ક્રાફ્ટ છત્રી બનાવવાની સ્પર્ધા યોજાઈ.

તારીખ ૦૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રસારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ [પ્રાથમિક વિભાગ].માં શનિવારના રોજ ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ માટે છત્રી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક પોતાની કલ્પનાશક્તિનો ઉત્તમ પરિચય આપ્યો. વિવિધ રંગબેરંગી વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષિત છત્રીઓ બનાવી. શિક્ષકમંડળ દ્વારા જરૂરી માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું.







