KALOL(Panchamahal)PANCHMAHAL

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા આયોજિત ઓક્સફોર્ડની રાષ્ટ્રીય અને શાળા કક્ષાની સ્પર્ધાઓમાં નવરચના ગુરુકુળના વિદ્યાર્થીઓ ચમક્યા.

 

તારીખ ૦૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સ્થિત નવરચના ગુરુકુળના વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાળા અને વિસ્તારનું નામ રોશન કર્યું છે ત્યારે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા આયોજિત ઓક્સફોર્ડ એડવાન્ટેજ માસ્ટરમાઈન્ડ્સ 2025-26 તથા ઓક્સફોર્ડ બિગ રીડ (Reading Buddy) સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ ઓક્સફોર્ડ એડવાન્ટેજ માસ્ટરમાઈન્ડ્સ 2025-26–રાષ્ટ્રીય વિજેતા નક્ષ ગોસ્વામી, મહેક રાઠોડ, મિષ્ટી યાદવ અને પ્રિશા પટેલે રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી છે. જ્યારે શાળા કક્ષાએ ઓક્સફોર્ડ એડવાન્ટેજ માસ્ટરમાઈન્ડ્સ 2025-26–શાળા વિજેતા શ્રુતિ ગોહિલ, અર્વિકા, વૈષ્ણવી અને જિયાંશી પટેલ શાળા કક્ષાએ વિજેતા બન્યા છે. અને ઓક્સફોર્ડ બિગ રીડ (Reading Buddy)–શાળા એ ત્રિશા શાહ, મિષ્ટી યાદવ અને દર્શ દર્જીએ આ સ્પર્ધામાં પણ શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની આ સફળતા તેમની સત મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકગણે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. અને શાળા તરફથી જણાવાયું કે નવરચના ગુરુકુળ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, વાંચન કૌશલ્ય, તાર્કિક વિચારશક્તિ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે સત પ્રયત્નશીલ છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સત સફળતા મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!