KALOL(Panchamahal)PANCHMAHAL

ખબર છપાતા જ હરકતમાં આવ્યું તંત્ર:પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામેના ગંદકીના ઢગ પાલિકા તંત્રે હટાવ્યા.

 

તારીખ ૦૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વાત્સલ્યમ્ સમાચારમાં ગતરોજ પ્રકાશિત થયેલા અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે. કાલોલ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી જામેલા ગંદકીના ઢગને આખરે પાલિકા તંત્ર દ્વારા સાફ કરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ગતરોજના સ્થાનિક પ્રત્રોના અહેવાલમાં જણાવાયું હતું કે આ જગ્યાએ મટન અને ચિકનની દુકાન ધરાવતા કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા કતલ કરેલા જાનવરોના અંગો, હાડકા, મરઘીના પીંછા તેમજ માછલીના અવશેષો અને ગંધ મારતો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને જાહેરમાં ફેંકવામાં આવે છે. જ્યાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કાયદો-વ્યવસ્થા અને વહીવટની પ્રતિક ગણાતી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીથી માત્ર થોડા ડગલાં દૂર આટલી ગંદકી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી. પરિણામે રખડતાં કૂતરા અને અન્ય જાનવરો આ કચરાને ઢસડીને મુખ્ય માર્ગ પર ફેલાવી દેતા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ હતી અને રોગચાળો ફેલાવાનું જોખમ વધી ગયું હતું જ્યાં આ અહેવાલ સ્થાનિક પેપરોમાં પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું હતું. આજે બપોરે પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગંદકીના ઢગલા દૂર કરી સંપૂર્ણ સફાઈ કામગીરી હાથ ધરી સમગ્ર વિસ્તારમાં દવાનું છંટકાવ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ સ્થાનિક સમાચાર પ્રત્રોના પ્રત્રકારો અને પાલિકા તંત્રની આ પહેલને આવકારી છે. સાથે જ લોકોની માંગ છે કે ભવિષ્યમાં આવી ગંદકી ન થાય તે માટે અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે સ્થાનિક રહીશોએ માંગ કરી છે ત્યારે તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી સરકારી કચેરીઓની આસપાસનો વિસ્તાર હવે સ્વચ્છ બન્યો છે.

Back to top button
error: Content is protected !!