સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસે વિકાસલક્ષી કાર્યોનો ધમધમાટ: કરોલી થી ગોધરા સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા.

તારીખ ૧૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. ભારતીય જનતા પાર્ટી ૧૮-પંચમહાલ લોકસભા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો જોડાયા હતા જ્યાં સવારથી શરૂ થયો સેવાયજ્ઞ સાથે કાર્યક્રમની શરૂઆત સવારે ૯:૦૦ વાગ્યે કરોલી ખાતે ગૌ પૂજન તથા પશુ સારવાર અને નિદાન કેમ્પના શુભારંભ સાથે થઈ હતી. ત્યારબાદ સવારે ૯:૦૦ વાગ્યે કરોલી ગ્રામ પંચાયતના નવીન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સવારે ૯:૩૦ વાગ્યે કરોલી ખાતે જ નવા પશુ દવાખાનાનો પણ શુભારંભ કરાયો હતો જ્યાં સવારે ૧૦:૩૦ વાગ્યે અલાલી ખાતે પ્રાથમિક શાળાના મલ્ટીપર્પઝ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા સાથે મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સવારે ૧૧:૦૦ વાગ્યે ગોધરા વિવેકાનંદનગર સોસાયટી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ શિશુગૃહના બાળકો સાથે સાંસદએ જન્મદિવસની ઉજવણી કરી હતી અને બપોરે ૨:૦૦ વાગ્યે ગોધરા નગરપાલિકા ખાતે પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સાંસદ રાજપાલસિંહ જાદવે શુભેચ્છા મુલાકાત કરી હતી અને બપોરે ૨:૩૦ વાગ્યા સુધી ચાલેલા આ સમગ્ર કાર્યક્રમોમાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાંસદના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવીને લોકો સુધી વિકાસના કામો પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.








