GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાલોલ ના કાનોડ ખાતે નવી હોટલ શરૂ: ગડકરીએ પ્રવાસી સુવિધાઓને આપી વેગ.

 

તારીખ ૧૦/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ગામ નજીક આવેલી નવી હોટલનું લોકાર્પણ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રસંગે કેન્દ્ર અનેક મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં લોકાર્પણ બાદ યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે માત્ર રસ્તો નથી, પરંતુ દેશના આર્થિક વિકાસનો કોરિડોર છે.અને એક્સપ્રેસવેની આસપાસ આધુનિક સુવિધાઓ ઉભી કરીને પ્રવાસીઓને વધુ સારી સેવા આપવી અને સ્થાનિક રોજગારીને વેગ આપવો એ સરકારની પ્રાથમિકતા છે. ત્યારે કાલોલ તાલુકાના કાનોડ પાસે શરૂ થયેલી આ હોટલમાં પ્રવાસીઓ માટે જમવા અને વાહનો માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક્સપ્રેસવે પર મુસાફરી કરતા લોકોને હવે સલામત અને આરામદાયક સ્ટોપ મળી રહેશે. જ્યાં કાર્યક્રમ દરમિયાન એક્સપ્રેસવે વિસ્તારના એકંદર વિકાસ, રોડ સેફ્ટી, એમિનિટીઝ અને માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જ્યાં સ્થાનિક આગેવાનોએ આ હોટલના શુભારંભથી કાલોલ અને આસપાસના વિસ્તારમાં રોજગારી અને વ્યવસાયની નવી તકો ઉભી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!