સુરેન્દ્રનગરમાં આવેલી ઐતિહાસિક પોલીસ ઇમારતો તોડવાના બદલે હેરિટેજ લુક સાથે ડેવલોપમેન્ટ કરવાનો સૌથી મોટો નિર્ણય લેવાયો

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર ઐતિહાસિક અને હેરિટેજ સિટી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે ત્યારે એક સમયે સુરેન્દ્રનગરમાં બ્રિટિશ શાસન દરમિયાન અને તે પહેલા પણ રાજા રજવાડાઓના સમય ગાળામાં સુરેન્દ્રનગર અત્યંત વિકસિત પ્રદેશ ગણવામાં આવતો તે સમયે સુરેન્દ્રનગરને ઝાલાવડ અને કાપ તરીકે ઓળખવામાં આવતો હતો અને ત્યારે સ્ટેટ દ્વારા સુરેન્દ્રનગરમાં ઐતિહાસિક અને પૌરાણિકમાં ઇમારતો ઊભી કરી અને તે સમયથી લઈ આજ દિન સુધી તેનો ભવ્ય અને ઐતિહાસિક લોકવારસો સચવાયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ સામે અને પોલીસ ગ્રાઉન્ડમાં આવેલ એક અત્યંત પૌરાણિક બિલ્ડીંગ હવે ડેવલપમેન્ટ માટેની વિચારણામાં લેવામાં આવ્યું છે અને એજન્સીને કામ આપી અને આ કામગીરી શરૂ કરવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે 1880 ના સમયગાળામાં સ્ટેટના બાળકોને અભ્યાસ માટે આ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સમયાંતરે બ્રિટિશ શાસન આવ્યું ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો અને ત્યાર પછી આ બિલ્ડીંગ પોલીસ વિભાગને સોંપવામાં આવ્યું હતું પોલીસ વિભાગની કચેરીઓ પણ અત્યાર સુધી આ બિલ્ડિંગોમાં ચાલતી હતી પરંતુ ગણતરીના વર્ષો પહેલા આ બિલ્ડીંગ અત્યંત જર્જરિત બની ગયું હતું અને તેની છત પણ પડી ગઈ હતી ત્યારે આ અંગે રાજકોટ રેન્જ આઇ.જી નિરલિપ્ત રાય દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા સુરેન્દ્રનગરની ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતોને તોડી પાડવાના સ્થાને તેમનું ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવે અને હેરિટેજ લુક સાથે ડેવલોપમેન્ટ થાય તે અંગેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જર્જરિત ભાગ આ બિલ્ડિંગોનો દૂર કરી અને તેનો ડેવલોપમેન્ટ હાથ ધરી અને ત્યાં કચેરી બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ કચેરીઓમાં પોલીસ અધિકારીઓ પોતાની અલગ અલગ ઓફિસો સ્થાપિત કરશે હાલના તબક્કામાં એજન્સીને કામ પણ આપી દેવામાં આવ્યું છે ચાર મહિનાના સમયગાળામાં આ જર્જરિત બની ગયેલી ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતોનું ડેવલોપમેન્ટ કામ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કચેરીઓ ત્યાં સ્થાપિત કરવા અંગેની વિચારણા હાથ ધરવામાં આવી છે આ અંગે રાજકોટ રેન્જ આઈ.જી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે અને કામગીરી શરૂ કરાવવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ રેન્જ આઇ.જી દ્વારા સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલા આવું નવા મેદાનોની પણ મુલાકાત લેવામાં આવી હતી જેમાં શૂટિંગનું મેદાન અને ટેબલ ટેનિસ લોંગ ટ્રેનિંગ અને જવાહર ગ્રાઉન્ડની મુલાકાત લઇ અને તેના ડેવલોપમેન્ટ વિશે વિચારણા કરવા માટે પણ હેડકવોટર ડીવાયએસપી પાર્થ પરમારને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા પોલીસ પરિવારના બાળકોને પણ ઉપયોગમાં આવે તે પ્રકારના ગાર્ડન રમત ગમતના સંસાધનો મેદાનો વિકસિત કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.





