કાલોલ પોલીસનો સપાટો: ખંડોળી ગામના ગીરધરપુરી ખાતેથી 34 હજાર ઉપરાંત ના દારૂનાં જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

તારીખ ૧૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ખંડોળી ગામે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઇ આર.ડી ભરવાડ ને મળેલી ખાનગી બાતમી મુજબ, ખંડોળી ગામના ગીરધરપુરી ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમારના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં મકાનની તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પકડાયેલ મુદ્દામાલની વિગતમા 8 PM સ્પેશલ રેર વ્હીસ્કી ૪૧નંગ રૂ.૫,૧૨૫ રીટ્ઝ રીઝર્વ સુપીરીર ગ્રીન વ્હીસ્કી ૯૧ નંગ રૂ ૧૫,૪૭૦ વ્હાઈટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર ૭૦ નંગ રૂ ૬,૩૦૦ રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કી ૪૬ નંગ રૂ ૪,૬૦૦ ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કી ૩૧ નંગ રૂ ૨,૭૯૦ કુલ ૨૭૯ નંગ બોટલ જેની કિંમત રૂ.૩૪,૨૮૫ આ રેડ દરમિયાન આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમાર સ્થળ પર મળી આવ્યો હતો. તેની પાસે દારૂ રાખવા અંગેનું કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. કાલોલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમની કલમ ૬૫(એ)(ઈ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







