વેજલપુર પોલીસની મોટી કાર્યવાહી: ખેતરમાંથી ૨૬૫ કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી પાડયો,એક ફરાર.

તારીખ ૧૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર ગૌવંશ કતલની પ્રવૃત્તિઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વેજલપુર ઘુસર રોડ પર આવેલા જૂના સ્મશાન પાછળ ખુલ્લા ખેતરમાં રેઇડ પાડીને કુલ ૨૬૫ કિલોગ્રામ ગૌમાંસ અને અન્ય કતલના સાધનો સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક આરોપી ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૫૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ ગોધરા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને ખાસ માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયા અને તેમની ટીમ કોમ્બિંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર ઘુસર રોડ જુના સ્મશાન પાછળ કેટલાક ઇસમો ગૌવંશ લાવીને તેની કતલ કરી રહ્યા છે જે બાતમીના આધારે વેજલપુર પોલીસની ટીમે તાત્કાલિક સ્મશાન પાછળના ખુલ્લા ખેતરમાં રેઇડ પાડી હતી ત્યારે ખુલ્લામાં બે ઈસમો મોબાઈલ ની બેટરીના અજવાળે કુહાડી થી માસ કાપતા અને ટીચતા હોવાનું જોવા મળ્યા હતા પોલીસને જોઈ નાસવાની કોશીસ કરતા પોલીસે પીછો કરતા એક ઈસમ આદિલ ઈમરાન જમાલ ઉમર ૨૦ મોટી ઘાંચી વાડ,.વેજલપુર નાઓ પકડાઈ ગયો હતો જ્યારે બીજો ઈસમ શાહિદ અહેમદ ભુરા તેનો સગો મામો થતો હતો જે ભાગી ગયો હતો.પોલીસે રેઇડ દરમિયાન સ્થળ પરથી ૨૬૫ કિલોગ્રામ ગૌમાંસ, કતલ કરવા માટેના હથિયારો/સાધનો કુલ કિંમત રૂ. ૫૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસની પૂછપરછમાં પકડાયેલ ઈસમે જણાવ્યું હતું કે તેનો મામો શાહિદ અહેમદ ભુરા રે વેજલપુર તેના ઘરે આવ્યો હતો અને પોતે ગાય લાવ્યો છે અને ઘુસર રોડ સ્મશાન પાછળ બાંધી છે જે રાત્રે કત્લ કરી તેનું માસ વેચી જે પૈસા મળે તે વહેંચી લેવાનું કહ્યુ હતું જેથી તે તેના મામા સાથે ગાય ની કત્લ કરવા ગયો હતો અને પોતે ગાયના પાછલા પગ અને પુછડી પકડી રાખી હતી તેના મામાએ ગાય કત્લ કરી હતી તેવી કબૂલાત કરી હતી પોલીસે વેટનરી ડોક્ટર બોલાવતા મળી આવેલ માંસ ગૌ વંશ નુ હોવાનું જાણવા મળેલ પોલીસે પરીક્ષણ માટે એફ એસ એલ માં મોકલી સરકારી ગૌચર જમીનમાં ખાડો કરાવી મળી આવેલ માંસ નો નાશ કરી આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ (સુધારા ૨૦૧૭) ની કલમ 8(2), 8(4), 10 તથા B.N.S. ૩૨૫ અને જી.પી. એક્ટ કલમ ૧૧૯ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.







