DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ

તા.૧૪.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ

કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ વિશે વિદ્યાર્થીઓને કરાયા માહિતગાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની પરિચય બેઠક ગિરધરનગર કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર મિહિરભાઈ શાહ, આચાર્ય ડૉ.બી.આર.બોદર, વાઇસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.આચાર્ય ડૉ.બી.આર. બોદરએ પ્રથમ વર્ષ બી.એ., બી.કોમ. તેમજ પ્રથમ વર્ષ ઇંગ્લીશ મીડીયમ કોમર્સ કૉલેજ, દાહોદમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવતા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને કૉલેજની સ્થાપનાકાળથી લઈ વર્તમાન સમય સુધીના ઉજ્વળ ઈતિહાસનો પરિચય આપ્યો હતો. અતિથિ વિશેષ મિહિરભાઈ શાહએ વિદ્યાર્થીઓને સાચી દિશાએ ચાલી પોતાની કારકિર્દી ઘડવા શુભેચ્છા પાઠવી હતી. તેમજ કૉલેજમાં પ્રવેશતા પ્રથમ દિવસે જીવનની સાચી દિશા નક્કી કરી, તેના પર અડગ રહેવા પર ભાર મૂક્યો હતો. સ્પર્ધાત્મક યુગમાં સ્કીલ ડેવેલપમેન્ટનું મહત્વ આપતાં ધારેલા સંકલ્પો પૂર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આજની વિદ્યાર્થી પરિચય બેઠકમાં કૉલેજમાં ચાલતી અભ્યાસઈતર વિભાગો ડૉ.એલ.પી.પરમારએ એન.સી.સી., ડૉ.વિનય પટેલ એ એન.એસ.એસ., ડૉ.એ.જે.પઠાણએ સ્પોર્ટ્સ વિશે વિગતવાર જાણકારી આપી હતી. વ્યવસાયિક કારકિર્દીમાં તેનું મહત્વ સમજાવી તેમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. કૉલેજની વિવિધ સમિતિઓમાં સાંસ્કૃતિક સમિતિનાં કાર્યો અને પ્રવૃતિઓનો પરિચય પ્રા.જી.જી.સંગાડાએ આપ્યો હતો. એસ.સી.એસ.ટી. સેલનો પરિચય ડૉ.ડી.બી.મુનિયા, cwdc નો પરિચય પ્રા.અનુરાધા શર્માએ આપ્યો હતો. કૉલેજના શિસ્ત અંગેના નિયમોની જાણકારી ડૉ.વસંતબેન જેઠવા અને ટાઇમ ટેબલની માહિતી ડૉ.એ.બી. અગ્નિહોત્રીએ આપી હતી. કોમર્સ વિભાગના અભ્યાસક્રમ અને ટાઈમ ટેબલની જાણકારી કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.મુકેશ ટગરીયાએ આપી હતી.ઇંગ્લીશ મીડીયમ કોમર્સ કૉલેજ, દાહોદના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉ.નિરાલી પાંડેએ સૌ વિદ્યાર્થીઓને આવકારી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બે સેશનમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ સેશનનું સંચાલન ડૉ.એન.કે.મકવાણા અને આભારવિધિ ડૉ.જીતેન્દ્ર જે. વણઝારા તેમજ બીજા સેશનનું સંચાલન ડૉ.વિશાલ રાબડિયા અને આભારવિધિ ડૉ. કિંજલ ધામેચાએ કરી હતી

Back to top button
error: Content is protected !!