કોડીનારની શ્રી સર્વોદય કન્યા છાત્રાલયમાં નાલ્સાની સ્કીમ “બાળ લગ્ન મુક્ત ભારત” વિશે સેમિનાર યોજાયો.

જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા“બાળ લગ્ન મુક્ત ભારત” અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં બાળલગ્ન જેવી કુપદ્ધતિ નાબૂદ કરી બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્ય તરફ પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળલગ્નના કાનૂની પાસાઓ વિશે માહિતી આપવામાં આવી અને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી તથા 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાના લગ્ન કાયદેસર ગુનો ગણાય છે તે અંગે સમજણ આપવામાં આવી. બાળ લગ્નથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ અવસરે કિશોરીઓ, બાળલગ્ન અટકાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો. તેમજ સરકાર દ્વારા ચાલતા વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ તકે કોડીનાર કોર્ટ પીએલવી પ્રકાશ જે. મકવાણા તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કુ.દુધીબેન એમ .વાઝા વહીવટી ક્લાર્ક કે.સી મકવાણા તથા સ્ટાફ ગણ અને કન્યાઓ હાજર રહી હતી.





