GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં જુગાર પર એલ.સી.બી.ની રેડ: આંક ફરકના આંકડા લખતા એક ઈસમને ઝડપી લીધો.

 

તારીખ ૧૫/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા એલ.સી.બી. પોલીસ વેજલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમિયાન અંગત ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે રીતેશકુમાર ઉર્ફે પીન્ટુ રમેશભાઇ મહેરા રહે. વેજલપુર ભોઇ વાડા તા.કાલોલ નાઓ સુરેલી રોડ સરકારી દવાખાના ની આજુબાજુના વિસ્તારમા હરતો ફરતો રહી આંકફરકના આંકડા લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. અને હાલમા સરકારી દવાખાના બાજુમાં ખુલ્લામા બેસી વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. તેવી મળેલ બાતમી આધારે તે જગ્યાએ રેઈડ કરતા ખુલ્લામા એક ઇસમ તેના હાથમાં બુક રાખી પેન વડે કંઈક લખતા તથા બીજા કેટલાક ઇસમો આજુ બાજુ ઉભા રહી અર્ધ વાકાવળી કંઇ ક લખાવતા નજરે પડેલા જેઓને પકડવા કોર્ડન કરવા જતા તે જગ્યાએ લખનાર ઇસમ સ્થળ ઉપર પકડાય ગયો હતો અને લખાવનાર ઇસમો ભાગી ગયેલા અને અને સ્થળ ઉપર પકડાયેલ લખનાર ઇસમના હાથમાં એક સ્લીપબુક કાર્બન પેપર સાથેની તથા એક ચાલુ હાલતની બોલપેન સાથે રીતેશકુમાર ઉર્ફે પીન્ટુ રમેશભાઈ મહેરા તેના હાથમાની સ્લીપબુક જોતા વરલી મટકાના આંક ફરકના અલગ અલગ આંકડાઓ લખેલ કુલ રૂપિયા ૪૧૦/- મુદ્દા માલ સાથે ઝડપાયો હતો જેથી પકડાયેલ રીતેશકુમાર ઉર્ફે પીન્ટુ રમેશભાઇ મહેરા રહે. વેજલપુર ભોઇ વાડા તેના વિરૂધ્ધમાં જુગારધારા કલમ ૧૨(અ) મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!