GUJARATHALOLPANCHMAHAL

હાલોલ GIDC પાસે જુવારના કટ્ટાની આડમાં સંતાડેલો ₹૬,૪૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કુલ ₹૨૦,૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૭.૨૦૨૬

પંચમહાલ જિલ્લાની હાલોલ ટાઉન પોલીસે ચંદ્રાપુરા GIDC સફારી ગોડાઉન પાસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે હાલોલ ટાઉન પોલીસ કર્મચારીઓ પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રહ્યા હતા. દરમિયાન નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈ પોલીસ સ્ટાફ સાથે હતા દરમ્યાન ચંદ્રાપુરા જી.આઈ.ડી.સી. પાસે એક ટાટા ૧૯૧૬ ટ્રક શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી.ટ્રકની તપાસ કરતા તેમાં જુવારના ૧૯૦ કટ્ટા જેની કિંમત ₹૧,૯૦,૦૦૦ ભરેલા હતા, જેની આડમાં નીચે મીણીયા થેલાઓમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૫૦ પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂના ક્વાટરીયા નંગ-૩૩૬૦ જેની કિંમત ₹૩,૩૨,૬૪૦, ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હિસ્કી પ્લાસ્ટિક ક્વાટરીયા નંગ-૧૮૨૪ જેની કિંમત કિંમત ₹૧,૬૪,૧૬૦ , ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કી કાચના ક્વાટરીયા નંગ-૮૧૬ જેની કિંમત ₹૭૫,૮૮૮ તેમજ કિંગફિસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-૬૦૦ જેની કિંમત ₹૭૫,૪૯૮ મળી કુલ ૬,૬૦૦ નંગ દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત ₹૬,૪૮,૧૮૬ થાય છે. પોલીસે ₹૧૨ લાખની કિંમતનો ટાટા ટ્રક તેમજ તાડપત્રી અને દોરડા સહિત કુલ ₹૨૦,૩૮,૧૮૬ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

Back to top button
error: Content is protected !!