ARAVALLIBAYADGUJARATMODASA

બાયડ- દારૂના કેસનો ખાર રાખી બાયડના જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને પ્રેટોલ છાંટી આગ ચાંપી, બે આરોપીઓ ઝડપાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ- દારૂના કેસનો ખાર રાખી બાયડના જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને પ્રેટોલ છાંટી આગ ચાંપી, બે આરોપીઓ ઝડપાયા

બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડમાં ચોંકાવનારી ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ દારૂ પીવાના કેસનો ખાર રાખીને બે યુવકોએ પોલીસને પાઠ ભણાવવાના ઈરાદે બાયડના જૂના પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલા મુદ્દામાલના બે વાહનોને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.


તપાસમાં સામે આવ્યું કે 12 જુલાઈ, 2026ના રોજ રોહિતકુમાર સુરેશભાઈ ઠાકોર સામે દારૂ પીવા બદલ પોલીસ કેસ નોંધાયો હતો. આ ઘટનાનો રોષ રાખીને તેણે તેના મિત્ર રીતિક રજનીભાઈ દેવીપૂજક સાથે મળીને જૂના પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનો સળગાવવાનો કાવતરું રચ્યું હતું.
બંને આરોપીઓ જાનકી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લઈને જૂના પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા.ત્યાં મુદ્દામાલ તરીકે રાખેલી CNG રિક્ષા (GJ-23-W-4490) અને આઈશર કન્ટેનર ટ્રક (HR-47-D-1657) પર પેટ્રોલ છાંટ્યું હતું. શરૂઆતમાં માચીસ ભીની હોવાથી આગ લાગી નહોતી. ત્યારબાદ તેઓ બસ સ્ટેશન સામે આવેલા સી.એ. કોમ્પ્લેક્સની કેસરી પાન પાર્લરમાંથી નવી માચીસ લઈને આવ્યા અને બંને વાહનોને આગ ચાંપી દીધી.
આ ઘટનામાં CNG રિક્ષાને અંદાજે ₹ 25,000 અને આઈશર કન્ટેનર ટ્રકને ₹ 1,00,000નું નુકસાન થયું હોવાનું પોલીસે નોંધ્યું છે. કુલ ₹ 1.25 લાખના મુદ્દામાલને નુકસાન પહોંચ્યું હતું.13 જુલાઈની મધરાતે આગ લાગવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.આ અંગે બાયડ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર રમણભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી રોહિતકુમાર સુરેશભાઈ ઠાકોર અને રીતિક રજનીભાઈ દેવીપૂજક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 324(3), 324(5), 329(3), 61(2)(A) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!