
અજાબ ગામ માં સહુ પ્રથમ સરકારી શ્રી દ્વારા અધતન સુવિધા સભર પ્રયોગ શાળા વૈજ્ઞાનિક લાઈબ્રેરી જ્યાં વિધાર્થીઓ પોતાની રિતે વૈજ્ઞાનિક પ્રયોગો ના માધ્યમ થી ભાર વગરનું ભણતર શબ્દો ને સાર્થક કરી શકે તેવા અવનવા સંબોધન કરી ને શૈક્ષણિક મુલ્યાંકન થય શકે સરકાર શ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ ને યોગ્ય દિશામાં લઇ જઈ છેવાડાના વિધાર્થીઓ ને મફત અને ગુણવત્તા સભર શિક્ષણ સ્કોલરશીપ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખેલ મહાકુંભ માં ભાગ લેવડાવી ને વિધાર્થીઓ ના અંદર રહેલા કૌશલ્ય ને ખીલવી શકે તેવા તાલીમ પામેલા શિક્ષકો દ્વારા ખંતથી અંગત રસ સાથે વિધાર્થીઓ ને યોગ્ય માહિતી અને માર્ગદર્શન પણ આપે છે એ પણ નિ શુલ્ક આપણું બાળક આપણી નજર સામે આ વર્ષે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નું પરિણામ પણ ખુબજ ઉંચુ આવેલ તે શ્રેય તેમનિ નિષ્ઠા અને શિક્ષકો નો તેમની સાથે નો સિધો સંવાદ કામ કરે છે ઈતર પ્રવૃતિઓ એ શિક્ષણ ની સાચી મંજીલ છે તેવું જાણવા મળે છે આ પ્રસંગે ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અધેરા, ઉપ સરપંચ અભય વ્યાસ, મુળુભાઇ મેતા, એસ એમ સી ના બોર્ડ મેમ્બર તેમજ આચાર્ય શ્રી શિક્ષક મિત્રો સાથે દિપ પ્રાગટય કરી આ પ્રયોગ શાળા ને ખુલ્લું મુકાયું હતું વિધાર્થીઓ એ સ્વયંમ સંચાલન કરી વિવિધ મોડલ મારફતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી માહિતી આપી ને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રયોગ શાળા માં વિકલી શૈક્ષણિક કાર્ય કરવા આવશે એક વાર વિધાર્થીઓ ના વાલી ઓ એ આ શૈક્ષણિક કાર્ય ની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ તેવું મગનભાઈ અધેરા અને આચાર્ય ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






