RAJKOT: રાજકોટ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

RAJKOT: રાજકોટ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
1,000થી વધુ લોકોએ લીધો લાભ, રાજકોટને હરિયાળું બનાવવાના સંકલ્પ ,વૃક્ષોની અલૌકિક મહાઆરતી . પૂજન થયું ,સાધુ-સંતો, સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રોના આગેવાનોની ઉપસ્થિત શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા 25 વર્ષથી વિનામૂલ્યે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષ શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રોપા વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ અંતર્ગત આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
આ અંગે સિદ્ધનાથ ટ્રસ્ટના ડૉ. રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં છાંયો આપતાં વૃક્ષો, ફળ આપતાં વૃક્ષો, શેરી વૃક્ષો તેમજ વિવિધ ફળફળાદિનાં મળી કુલ ૧,000 જેટલાં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષોનું મહત્વ અત્યંત આવશ્યક છે. ભૂતકાળમાં અનેક વખત ઓક્સિજનના ની જરૂરિયાત ઊભી થઈ હતી. તેના માટે વલખાં મારવા પડ્યા છે. જો તેનો કોઈ કાયમી ઉપાય હોય તો તે માત્ર વૃક્ષો જ છે. તેથી દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. સમગ્ર સમાજ સહિયારા પ્રયાસોથી આગળ આવશે તો જ આ રચનાત્મક અભિયાન સફળ બની શકશે અને પરિણામ આવે
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વૃક્ષોની અલૌકિક.૨૧ દીપ સાથે મહાઆરતી અને પૂજન રહ્યું હતું. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય, પવિત્ર અને સુગંધિત બની ગયું હતું.
આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પૂ. પા. ગો. ડો. 108 શ્રી અભિષેકલાલજી બાવાશ્રી, શ્રી એમપ્રસાદભાઈ દવે , ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ઉદ્યોગપતિ અમૃતલાલ ભારદીયા (રવિ ટેક્નોલોજી), પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા, સોની મિત્ર મંડળ ના સેવા ભાવિ નયનભાઈ રાણપરા, વેપારી અગ્રણી ભાયાભાઈ સાહોલિયા, મંગેશ ભાઈ દેસાઈ. કોર્પોરેટર પરેશભાઈ ઠાકર, અંજનાબેન મોરજરિયા, સેજલબેન ચૌધરી, તેજસભાઈ ત્રિવેદી, મોનીષભાઈ જોશી, વિરલભાઈ દવે, સમીરભાઈ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ અને પર્યાવરણ જાગૃતિના આ અભિયાનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ શ્રી જયેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડૉ. રાજેશ ત્રિવેદી, રાજુભાઈ ઝુંઝા, ઋષિભાઈ ત્રિવેદી, ચેતનભાઈ ગોહિલ, ત્રિવેદી ઋષિલ, જીત જોશી, વલય ઓઝા. રાહુલ સોલંકી તથા અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી સેવા યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.








