GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ૧૧ વર્ષ જૂના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી નાગપુરથી દબોચાયો

 

WAKANER:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ૧૧ વર્ષ જૂના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી નાગપુરથી દબોચાયો

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને મોટી સફળતા સાંપડી છે. ટીમે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લા ખાતેથી આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હા હેઠળ ગુન્હો નોંધાયા બાદથી જ આરોપી પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો. આ દરમિયાન મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન (રહે. શાંતીકા નાગલા/નાગલા ઇશ્વરીસીંહ, તા. કામા, જી. ભરતપુર, રાજસ્થાન) હાલ ડ્રાઇવિંગ કામ કરે છે અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પસાર થવાનો છે.

બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને મહારાષ્ટ્ર ખાતે વોચ ગોઠવીને રામટેક આર.ટી.ઓ. ચેકપોસ્ટ, નાગપુર પાસેથી આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (ઉં.વ. ૩૦) ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની યોગ્ય અને ઘટીત કાનૂની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!