BANASKANTHAGUJARATPALANPUR

જગાણા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઈ

21 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણાની ગ્રામપંચાયતની જગ્યામાં મંગળવાર રોજ સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જગાણા ગામના વિકાસના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ-રસ્તાઓ, જાહેર મૂતરડી, આંગણવાડી કેન્દ્રમાં ખૂટતી સંખ્યાઓ ભરવી, જાહેર રસ્તા ઉપર સાફ-સફાઇ રાખવી જેવી આરોગ્યને લગતી તેમજ અન્ય ગામના વિકાસની ગ્રામજનો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી જગાણા ગ્રામપંચાયતના સરપંચ પ્રહલાદભાઈ પરમાર,ડે.સરપંચ હરેશભાઇ કરેણ, ગ્રામપંચાયતના તલાટી મયુરભાઈ દરજી દ્વારા જગાણા ગામના વિકાસના પ્રશ્નોના ઉપર તાકીદેથી ભાર આપી તેના ઝડપી નિકાલ માટે ગ્રામપંચાયતના સભ્યો તેમજ અલગ- અલગ વિભાગોમાંથી આવેલા કર્મચારીઓ સહિત ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં તલાટીશ્રી, રેવન્યુ તલાટીશ્રી ગુલાબબેન ચૌધરી, અન્ય ગ્રામજનોમાંથી તાલુકા સદસ્ય ડુંગરભાઇ ચૌધરી, જગાણા દૂધમંડળીના ચેરમેનશ્રી દેવજીભાઈ રામાતર, રતીભાઇ લોહ,ભેમજીભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી,ભવાનભાઇ કુણિયા,જેવા ગ્રામસભાની મીટીંગ દરમિયાન બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુખ- શાંતિથી ગ્રામસભા પૂર્ણ થઈ હતી.

Back to top button
error: Content is protected !!