GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:’ટાર્ગેટના નામે શોષણ બંધ કરો’: મોરબીમાં ભારતીય યુનિયનના પોસ્ટલ કર્મચારીઓ મેદાને, કાળી પટ્ટી બાંધી શરૂ કર્યું આંદોલન

 

MORBI:‘ટાર્ગેટના નામે શોષણ બંધ કરો’: મોરબીમાં ભારતીય યુનિયનના પોસ્ટલ કર્મચારીઓ મેદાને, કાળી પટ્ટી બાંધી શરૂ કર્યું આંદોલન

 

મોરબી જિલ્લાના ભારતીય યુનિયનના પોસ્ટલ કર્મચારીઓ દ્વારા ‘ભારતીય ફેડરેશન યુનિયન’ના આદેશ મુજબ પોતાની વિવિધ ૯ મુખ્ય માંગણીઓને લઈને આજથી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ આજે ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નાના કર્મચારીઓનું શોષણ બંધ કરો: કર્મચારીઓનો પ્રાથમિક આક્ષેપ છે કે નાના કર્મચારીઓ પર ટાર્ગેટના નામે માનસિક પ્રેશર અને શોષણ કરવામાં આવી રહ્યું છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ.પોતાના ખર્ચે ટાર્ગેટ પૂરો કરવાની મજબૂરી: ટાર્ગેટ પૂરો કરવા માટે કર્મચારીઓને પોતાના ઘરના પૈસા ખર્ચીને ખાતા ખોલવા મજબૂર કરવામાં આવે છે.

ખાનગીકરણ સામે વિરોધ: ડિપાર્ટમેન્ટ દ્વારા નીતિ-રીતિ બદલીને પોસ્ટ સર્વિસને ખાનગીકરણ તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેનો સખત વિરોધ કરાયો છે.

ડિલિવરી સિસ્ટમમાં સુધારો: પોસ્ટ ઓફિસથી ૨૦ કિમીના દાયરામાં એક જ આઇડીસી ઓફિસથી ડિલિવરી કરવાની નીતિ સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

ભારતીય યુનિયનના P-4 ના ગુજરાત સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યા અનુસાર આંદોલન નીચે મુજબના તબક્કામાં આગળ વધશે:૨૭ જુલાઈ સુધી: કર્મચારીઓ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે.૫ ઓગસ્ટ: માંગણીઓ ન સંતોષાય તો એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે. જો ઉકેલ નહીં આવે તો ૧૮ ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી છે.પોસ્ટલ કર્મચારીઓના આ આંદોલનને કારણે આગામી દિવસોમાં ટપાલ અને પોસ્ટલ સેવાઓ પર અસર પડવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!