GODHARAGUJARATPANCHMAHAL

બેંક ઓફ બરોડા દ્વારા ગોધરા ખાતે ૧૧૯મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી: ‘વિશ્વાસ સાથે સમુદાયલક્ષી સેવાઓ’નું આયોજન

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

 

ભારતની અગ્રણી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંની એક એવી બેંક ઓફ બરોડા દ્વારા પંચમહાલ જિલ્લામાં સેવા, વિશ્વાસ અને સામાજિક વિકાસ પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને વ્યક્ત કરતા વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય અને ગ્રાહકલક્ષી કાર્યક્રમો સાથે તેનો ૧૧૯મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

 

વોકાથોન (Walkathon) થી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક કર્મચારીઓ તેમજ સામાન્ય જનતામાં શારીરિક સુદ્રઢતા, આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા લાવવાનો હતો. ત્યારબાદ બેંક ઓફ બરોડાની પ્રાદેશિક કાર્યાલય (Regional Office), ગોધરા ખાતે ગ્રાહકો અને નિવૃત્ત કર્મચારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્જવલન તથા બેંકના સંસ્થાપક દુરંદેશી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની છબીને પુષ્પહાર અર્પણ કરી દિવસના વિવિધ કાર્યક્રમોની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે બેંક ઓફ બરોડા, ગોધરા રીજનના પ્રાદેશિક વડા (Regional Head) શ્રી કૌશલ કિશોર પાંડેએ ઉપસ્થિત સભાને સંબોધિત કરી હતી. તેમણે બેંકના નિવૃત્ત કર્મચારીઓના અમૂલ્ય યોગદાનનું બહુમાન કર્યું હતું અને બેંકની આ સફળ સફરમાં અવિરત ટેકો આપવા બદલ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગોધરા રીજનની વિવિધ શાખાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શારદા શાહ એજ્યુકેશનલ સંકુલ ખાતે બીએમડી (BMD) ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.ગ્રાહકોને સરળ અને સુલભ બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના ભાગરૂપે ગોધરા કોર્ટ પરિસરમાં જિલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી સી. કે. ચૌહાણ દ્વારા રીજનલ હેડ શ્રી કૌશલ કિશોર પાંડેની વિશેષ ઉપસ્થિતિમાં પોતાની જાતનું અનોખું પોર્ટા કેબિન એટીએમ (Porta Cabin ATM) ખુલ્લું મુકાયું હતું. સ્ટાફ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બરોડા આરસેટી (Baroda RSETI), બામરોલી રોડ, ગોધરા ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપના દિવસનું સમાપન બરોડા આરસેટી ખાતે યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક સંધ્યા સાથે થયું હતું, જેમાં બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા અને હાઈ-ટી (Hi-Tea) નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ગોધરા રીજનના પ્રાદેશિક વડા શ્રી કૌશલ કિશોર પાંડેએ જણાવ્યું હતું કે,”બેંકનો આ ૧૧૯મો સ્થાપના દિવસ બેંક ઓફ બરોડાના ૧૧૯ વર્ષના વિશ્વાસ, નવીનતા અને ગ્રાહક સેવાની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે. આ આયોજનો સામાજિક ઉત્તરદાયિત્વ અને સમુદાય સાથેના અમારા સંબંધીને વધુ ગાઢ બનાવવા માટેની અમારી કટિબદ્ધતાને પુનઃરૂપ આપે છે.”

 

Back to top button
error: Content is protected !!