GUJARATIDARSABARKANTHA

તલોદ પોલીસ સ્ટેશનની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થા અને નાગરિકલક્ષી સેવાઓની કામગીરીની સમીક્ષા કરાઇ

તલોદ પોલીસ સ્ટેશનની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થા અને નાગરિકલક્ષી સેવાઓની કામગીરીની સમીક્ષા કરાઇ

જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ તલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, વિવિધ રેકોર્ડની જાળવણી તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, રેકોર્ડ મેનેજમેન્ટ તથા અરજદારો અને નાગરિકોને સમયસર તથા ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરીનું પણ અવલોકન કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને, પોલીસ સ્ટેશનની કામગીરી વધુ અસરકારક અને પારદર્શક બને તેમજ નાગરિકોને ઝડપી, સરળ અને સંવેદનશીલ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

કલેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા, રેકોર્ડનું સુવ્યવસ્થિત સંચાલન કરવા તેમજ નાગરિકલક્ષી અભિગમ સાથે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને અને જનસેવામાં ગુણવત્તાનો સતત વધારો થાય તે માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!