GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:શાપર-વેરાવળ લેન્ડ ગ્રેબિંગ કેસ: લાંબા સમયથી ફરાર આરોપીને પાળ ગામની સીમમાંથી ઝડપી પાડતી રેન્જ ટીમ

 

RAJKOT:શાપર-વેરાવળ લેન્ડ ગ્રેબિંગ કેસ: લાંબા સમયથી ફરાર આરોપીને પાળ ગામની સીમમાંથી ઝડપી પાડતી રેન્જ ટીમ

 

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના (લેન્ડ ગ્રેબિંગ) ગંભીર ગુનામાં ગુનો દાખલ થયા ત્યારથી જ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસની ટીમને મોટી સફળતા મળી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI શ્રી પી.એન. મોરી, PSI શ્રી બી.સી. મીયાત્રા, PSI શ્રી સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ટીમ દ્વારા માનવ સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી આરોપીનું લોકેશન મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન PSI શ્રી બી.સી. મીયાત્રા તથા તેમની ટીમ—પોલીસ સ્ટાફના કુલદીપસિંહ ચૂડાસમા, વકારભાઈ અરબ અને અનિરુદ્ધસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે પોલીસે પાળ ગામની સીમમાં આવેલી ગોવિંદભાઈ ઉર્ફે ગાંડુભાઈ મેઘાણી પટેલની વાડીના મકાન પર દરોડો પાડીને ગુનાનો મુખ્ય આરોપી હિતેશભાઈ વાલજીભાઈ કોરાટ (રહે. વેરાવળ (શા.), તા. કોટડાસાંગાણી)ને ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી સામે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદાની કલમ-૩, ૪ મુજબ લેન્ડ ગ્રેબિંગનો ગુનો (ફર્સ્ટ ગુ.ર.નં.૦૭૫૬/૨૦૨૬) નોંધાયેલો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!