
તા.૨૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડાના વાંકડી ગામ પાસેથી ભટકતી હાલતમાં મળી આવેલી અજાણી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો
લીમખેડા તાલુકાના વાંકડી ગામ નજીક છેલ્લા બે દિવસથી એક અજાણી મહિલા અસહાય હાલતમાં ભટકતી હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકના ધ્યાને આવ્યું હતું. તેમણે તાત્કાલિક આ અંગે ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇનને ફોન કરીને જાણ કરી હતી.માહિતી મળતાની સાથે જ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે પીડિત મહિલા સાથે અત્યંત સંવેદનશીલતા અને વિશ્વાસપૂર્વક વાતચીત શરૂ કરી હતી. મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાતી હોવાથી, કાઉન્સિલિંગ દરમિયાન તે વારંવાર પોતાનું નામ અને સરનામું બદલીને કહી રહી હતી. પોતાના પરિવાર વિશે પણ તે કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતી નહોતી.મહિલાની વર્તમાન પરિસ્થિતિ, સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક લાંબાગાળાના કાઉન્સિલિંગ અને આશ્રયની જરૂર જણાતી હતી. આથી, ૧૮૧ અભયમ ટીમે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મહિલાને દાહોદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.”દાહોદ જિલ્લાના લીમખેડામાંથી એક માનવતાવાદી કિસ્સો સામે આવ્યો છે. લીમખેડા તાલુકાના વાંકડી ગામ પાસે છેલ્લા બે દિવસથી એક અજાણી મહિલા ભટકી રહી હતી. એક જાગૃત નાગરિકની નજર આ મહિલા પર પડતાં, તેમણે તાત્કાલિક ‘૧૮૧ અભયમ હેલ્પલાઇન’નો સંપર્ક કર્યો હતો. અભયમની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહિલા ખૂબ જ ડરેલી અને અસ્વસ્થ હોવાથી ટીમે ખૂબ જ ધીરજપૂર્વક તેનું કાઉન્સિલિંગ કર્યું. મહિલા વારંવાર પોતાનું નામ અને સરનામું બદલીને આપતી હોવાથી તેના પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો.”મહિલાની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને, ૧૮૧ અભયમ ટીમે તેને દાહોદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં આશ્રય અપાવ્યો છે, જ્યાં તેનું યોગ્ય કાઉન્સિલિંગ અને દેખરેખ રાખવામાં આવશે.”





