BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ નિમિત્તે ઝૂલેલાલ મંદિર થી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં ઝૂલેલાલ ચાલિસા મહોત્સવ નિમિત્તે સિટી લાઈટ રોડ ઉપર આવેલા ઝુલેલાલ મંદિર થી સવારે સાત કલાકે આરતી પછી પ્રભાતફેરીનું
આયોજન કરવામાં આવેલ જેમાં સિંધી સમાજ અને સિંધી ખત્રી સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. પ્રભાત ફેરી ઝુલેલાલ મંદિર થી પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરી કોલેજ કમ્પાઉન્ડ સ્વ તુલસીભાઈ હેમરાજમલ લુહાણા (પૂર્વ પ્રમુખ સિંધી સમાજ પાલનપુર) ઘરે પહોંચી જ્યાં ઝુલેલાલ ભગવાન ની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. સીટી લાઈટ ઝૂલેલાલ મંદિરમાં સેવા આપતા ભાઈઓ,બહેનો અને સમસ્ત સમાજ ૪૦ દિવસ સુધી ઝુલેલાલ ભગવાન ના ઉપવાસ અને આરાધના કરી મહાપર્વની ઉજવણી કરશે.

Back to top button
error: Content is protected !!