મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ખાનપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ખાનપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો…..
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોના પારદર્શી અને ઝડપી નિવારણ માટે સરકારના અભિગમ અનુસાર, મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ખાનપુર મામલતદાર કચેરી ખાતે ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રને લોકોની વધુ નજીક લઈ જવા અને તેમના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
ખાનપુર ખાતે યોજાયેલા આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સ્થાનિક અરજદારો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લગતી કુલ ૭ અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરેસંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેની સઘન સમીક્ષા કરી હતી.
નાગરિકોની સુખાકારી અને પ્રશ્નોના સત્વરે ઉકેલની દિશામાં કામ કરતા, કલેક્ટરશ્રી દ્વારા વહીવટી માર્ગદર્શિકા મુજબ તમામ ૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા ત્વરિત અને હકારાત્મક ઉકેલ લાવવામાં આવતા અરજદારોએ વહીવટીતંત્રની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.




