AHAVADANGGUJARAT

ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનો તાંડવ યથાવત: 13 કોઝવે ડૂબ્યા, 20થી વધુ ગામો સંપર્કવિહોણા

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી,લોકમાતાઓ બની ગાંડીતુર.. પેટા:-ડાંગ જિલ્લામાં નીચાણવાળા 13 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થતા 20 વધુ ગામો પ્રભાવિત..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધબધબાટી યથાવત રહેતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારથી બુધવારે સાંજ સુધીમાં અવિરત વરસાદ યથાવત રહેતા નદી, નાળા,વહેળા, ઝરણા, અને કોતરડાઓ અખૂટ પાણીના જથ્થા સાથે ગાંડાતુર બન્યા હતા.ડાંગની લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણાં અને ગીરા નદી પણ સતત ત્રણ દિવસથી અખૂટ પાણીનાં પ્રવાહ સાથે ગાંડીતુર હાલતમાં બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી રહી છે.બુધવારે દિવસ દરમ્યાન ભારે વરસાદનાં પગલે ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલ 13 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક રહેતા 20 થી વધુ ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી સંપકવિહોણા બન્યા હતા.જેના પગલે સામાન્ય જનજીવન,પશુપાલન,વિદ્યાર્થી વર્ગ અને ડેરી વ્યવસાય સહીત વાહનવ્યવહાર ખોરંભે ચડ્યો હતો.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વઘઇ નજીકનો ગીરા ધોધ અને ગિરમાળનો ગીરાધોધ રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા હતા.બન્ને ગીરાધોધ રોદ્ર સ્વરૂપમાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષક નજારો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગુજરાતનું પ્રખ્યાત હિલસ્ટેશન સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ વાદળોને પોતાના નજીકથી અનુભવ કરી પ્રકૃતિનો ભરપુર આસ્વાદ માણ્યો હતો..

Back to top button
error: Content is protected !!