પંદર વર્ષથી 1O8, દાયકાથી 181 અભયમ અને સાત વર્ષથી 1962 આપણા રોજ બરોજ જીવનનો હિસ્સો છે

ગુજરાતમા વર્ષ ૨૦૧૦મા ૧૦૮ EMRI એમબ્યુલન્સ દરદીઓને વિનામુલ્યે દરદીઓને હોસ્પીટલ પહોંચાડતી સેવા શરૂ કરાવી અને સતત વધતી આ સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે
૨૦૧૫ થી ૧૮૧ અભયમ મહિલાઓ માટે આશીર્વાદરૂપ કામ કરે છે
છેલ્લા વરસોથી ૧૯૮૨ કરૂણા એમ્બ્યુલન્સ પશુઓ માટે જીવનદાન સમાન છે
જામનગર (ભરત ભોગાયતા)આ બધીજ સેવાઓ માર્ગો ઉપર દોડતી લાઇફલાઇન છે વિનામુલ્યે સેવા આપે છે ગુજરાત સરકારની આ સંવેદનાસભર સેવાઓના ખાસ લેખ જામનગર જીલ્લા માહિતી કચેરીના સીનીયર સબ એડીટર વીરેન્દ્રસિંહ પરમારે, જીલ્લા માહિતી અધીકારી સોનલબેન જોષીપુરાના માર્ગદર્શનમા તૈયાર કરીને માધ્યોમોને પહોંચાડયા છે
આપણા રોજ બ રોજ ના જીવન ના આ અભિન્ન અંગો સમાન સેવાઓ દર્શાવે છે કે સરકાર સંવેદનાસભર પ્રણાલીથી કાર્યરત છે
[ આવો જ વીષય રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ રાશન વોર્ડ થી મળતા ફ્રી અનાજનો છે]
*1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ*
*વિભાપર ગામે ડિસ્ટોશિયાના જટિલ કેસમાં બે કલાકની જહેમત બાદ સફળ પ્રસૂતિ કરાવાઈ*
જામનગર જિલ્લાના વિભાપર ગામે એક ગાયને પ્રસૂતિ દરમિયાન ગંભીર જટિલતા (ડિસ્ટોશિયા) સર્જાતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમે સમયસર સ્થળ પર પહોંચી કુશળ સારવાર દ્વારા ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ ગાય અને વાછરડું બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
વિભાપર ગામના પશુપાલક શ્રી બુધાભાઈ ધ્રાંગિયાની ગાય ગઈ રાતથી પ્રસૂતિની પીડામાં હતી. રવિવારના દિવસે અન્ય સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પશુપાલક ચિંતિત બન્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગર્ભમાં વાછરડું ઊંધું ફસાઈ જવાને કારણે સામાન્ય પ્રસૂતિ શક્ય નહોતી.
પશુપાલકે તાત્કાલિક 1962 કાર્યક્રમ, જામનગરના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જ ડૉ. મોહમ્મદ શોએબ ખાન, ડૉ. રમીઝ બલોચ, કરુણા જામનગરના પશુચિકિત્સક ડૉ. ભાગીરથ તથા પાયલોટ ભગવાનભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ટીમે આશરે બે કલાક સુધી સતત અને કુશળ સારવાર આપી ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. ગાયને પીડામાંથી મુક્તિ મળતાં પશુપાલકે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવા, કરુણા સંસ્થા તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કેસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પિયુષ પરમાર તથા પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાને ડૉ. રમીઝ બલોચ, ડૉ. ભાગીરથ, પાયલોટ ભગવાનભાઈ તેમજ કરુણા જામનગરની સમગ્ર ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
000000
*અડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ તારણહાર બની*
*રાજકોટથી જામનગર પહોંચેલી યુવતીનું સમયસર કાઉન્સિલિંગ કરી 181ની ટીમે ચિંતાતુર પરિવારની શોધખોળનો અંત આણ્યો; પરિવારે ટીમનો આભાર માન્યો*
અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી મળી આવી હતી. યુવતીએ પોતાના માસીના ઘરે જામનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તે નાગરિકે તેને પોતાના વાહનમાં જામનગર સુધી આશરો આપ્યો હતો. જોકે, જામનગર પહોંચ્યા બાદ યુવતીને માસીનું ઘર કે ચોક્કસ સરનામું યાદ ન હતું. સફર દરમિયાન યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં, જાગૃત નાગરિકે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી સમગ્ર બાબતની જાણ કરી હતી.
કોલ મળતાં જ 181 અભયમની ટીમમાંથી કાઉન્સિલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા અને પાયલોટ ભાયાભાઈ જોગલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન માલૂમ પડ્યું કે યુવતી પોતાનું સરનામું પણ ભૂલી ગઈ હતી. જોકે, તેની પાસેથી મળી આવેલા ઓળખકાર્ડના આધારે ટીમે તેની ઓળખ સ્પષ્ટ કરી તેના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.
અભયમ ટીમે યુવતીના પિતા સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, દીકરીની માનસિક સારવાર ચાલી રહી છે પરંતુ યોગ્ય રીતે દવા ન લેવાને કારણે તે અવારનવાર ઘરેથી નીકળી જાય છે. તે દિવસે પણ બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતાં સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો હતો. જામનગરમાં તેમનું કોઈ સગાં-સંબંધિ રહેતું ન હોવાથી પરિવારે આસપાસના તમામ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. અંતે કોઈ પત્તો ન મળતાં તેઓ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા હતા, ત્યારે જ 181 અભયમનો ફોન આવ્યો અને દીકરી સુરક્ષિત હોવાના સમાચાર મળ્યા હતા.
181 ની ટીમે યુવતીને તેના પરિવારજનોને સોંપીને પુનઃમિલન કરાવ્યું હતું. આ તકે, દીકરી હેમખેમ મળી આવતાં ભાવુક બનેલા પરિવારજનોએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં, અભયમ ટીમે પરિવારને યુવતીની નિયમિત દવાઓ ચાલુ રાખવા તેમજ તેની વિશેષ કાળજી અને તકેદારી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

000000
રિગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
પત્રકાર
બી.એસ.સી., એલ.એલ.બી.(+special),ડી.એન.વાય.(ગુજ.અયુ.યુની.),જર્નાલીઝમ (હીન્દી)
8758659878
bhogayatabharat@gmail.com



